Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

માળીયા: PGVCLના લાઈનમેનને 2 ઈસમોએ ગાળો ભાંડી મુઢમાર માર્યો

બગસરા ગામે વવાણીયા પાસે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આરોપી ત્યારે બગસરા ગામના જ સુધીરભાઇ વલ્લભભાઇ કોળી તથા પપ્પુભાઇ જેરામભાઇ કોળી ત્યાં આવ્યા હતા. ને તેમની ફરજમાં રુકાવટ કરી જાહેરમા બીભત્સ ગાળો ભાંડી ઢીંકા તથા ઝાપટનો મુઢમાર માર્યો હતો.

મોરબી :  માળીયામાં લુખ્ખા તત્વો બેફામ થયા હોય તેમ  PGVCLના લાઈનમેનને 2 ઈસમોએ ગાળો ભાંડી મુઢમાર માર્યાની વિગતો સામે આવી છે. આ મુદ્દે  માળીયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં ફરિયાદી કલ્પેશભાઇ મનજીભાઇ પાંડવે જણાવ્યું હતું કે, હાલ તેઓ PGVCLના લાઈનમેન તરીકે ફરજ બજાવે છે. બગસરા ગામે વવાણીયા પાસે તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આરોપી ત્યારે બગસરા ગામના જ સુધીરભાઇ વલ્લભભાઇ કોળી તથા પપ્પુભાઇ જેરામભાઇ કોળી ત્યાં આવ્યા હતા. ને તેમની ફરજમાં રુકાવટ કરી જાહેરમા બીભત્સ ગાળો ભાંડી ઢીંકા તથા ઝાપટનો મુઢમાર માર્યો હતો.
આ અંગે માળીયા પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૩,૧૮૬,૨૯૪(ખ),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:55 pm IST)