Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

મોરબી: લાતી પ્લોટમાં નસીબ અજમાવતા 4 પત્તાપ્રેમી ઝડપાયા

ગંજીપતાના પાના નંગ.૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. રૂ.૪૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં નસીબ અજમાવતા 4 પત્તાપ્રેમીઓની મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે.


આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે લાતી પ્લોટ શેરી નં.૨-૩ વચ્ચે આરોપી સિકદરભાઈ ઉર્ફે બોડીગાર્ડ દાઉદભાઈ શેખ, ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, સમીરભાઈ ખમીશાભાઈ કાતીયાર, સોયબભાઈ ઓસમાણભાઈ નકુમની જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા રંગે હાથ ઝડપાય જતા ધરપકડ કરી છે. અને ગંજીપતાના પાના નંગ.૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ. રૂ.૪૪૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:54 pm IST)