Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જૂનાગઢમાં જિલ્‍લા ન્‍યાયધીશનો વિદાય સમારંભ યોજાયોઃ

જૂનાગઢ : જિલ્‍લા ન્‍યાયાધીશ રીજવાનાબેન બુખારીની મહેસાણા બદલી થતા સત્‍યમ સેવા યુવક  મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, કમલેશભાઇ નાંઢા દ્વારા સન્‍માન કરાયું હતુ. કોરોના સમયગાળા દરમિયાન સંસ્‍થા દ્વારા થતા રાશન કીટ વિતરણમાં રીજવાનાબેન,  બુખારી, પીએમ  આટોદીયા, અલ્‍પાબેન કડીવાર, એચ.એમ.પટેલ, લીમ્‍બાલીયા સાહેબ, દેવેશ પુંજાણી વગેરેએ આપેલ સહયોગ બદલ સન્‍માન કરાયુ હતું (તસ્‍વીર અહેવાલઃવિનુ જોષી જુનાગઢ)

(1:33 pm IST)