Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જસદણ પાસે અકસ્માતમાં કલોરાણા ગામના કોળી યુવાનનું મોત : દંપતિ ઇજાગ્રસ્ત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૬:  જસદણ વિંછીયા રોડ ઉપર દેવપરા ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતા કલોરાણા ગામના કોળી યુવકનુ મોત થયુ હતુ જયારે પિતરાઇ દંપતિને ઈજા થતા તેમને જસદણ ખાતે સારવારમા ખસેડવામા આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે નવ વાગ્યા આસપાસ કલોરાણા ગામના વિનુભાઇ વાઘજીભાઈ કોળી ઉ.વર્ષ ૩૨ આજે સવારે તેમના પત્ની કાજલબેન અને પિતરાઇ ભાઇ સાગર ધીરુભાઈ વાઘેલા ઉ.વર્ષ ૧૭ બોટાદ તરફ કામ અર્થે બાઇક લઇ જઇ રહ્યા હતા એ દરમિયાન જસદણ-વિછીયા રોડ ઉપર દેવપરા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા સાગરનુ ધટના સથળેજ મોત થયુ હતુ જયારે વિનુભાઇને ગંભીર અને તેમના પત્ની કાજલબેનને સામાન્ય ઈજા થઈ હતી.

આ બનાવની જાણ થતા જસદણ ૧૦૮ ના પાયલોટ દેવાયતભાઈ તથા ઈ.એમ.ટી.ઈનદરજીતભાઈ ડાંગર ધટના સ્થળે દોડી જઇ ઈજાગ્રસ્તોને જસદણ સરકારી હોસ્પિટલે ખસેડયા હતા.

જસદણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી.

(1:10 pm IST)