Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળામાં શ્રીમ દ ભાગવત કથા શ્રવણનો લાભ લેતા શ્રોતાજનો

ઘોડા, બગી સાથે ભવ્‍ય પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભઃ દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમો તા.૨૭ના રાત્રે ભવ્‍ય કસુંબલ લોકડાયરો

જામકંડોરણા હાલ ૩૫૦૦ ગૌવંશનો નિભાવ કરતી કાલાવડ રોડ પર આવેલી ગૌ.વા. કલ્‍પેશભાઇ વિઠલભાઇ રાદડીયા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળામાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રોતાજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. આ ભાગવત કથાઓ બગી, ઘોડા સાથે  વાજતે ગાજતે ભવ્‍ય પોથીયાત્રા સાથે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો પોથીયાત્રામાં સાંસ્‍થાના પ્રમુખ જયશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્‍લા બેઁકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા તેમજ તેમનો પરિવાર અને તાલકાભારના આગેવાનો, ભાઇઓ તથા બહેનો જોડાયા હતા કથામાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૭ ના રાત્રે ભવ્‍ય કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કિર્તીદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો હાજરી આપી કલા પીરસશે તેમજ તા.૨૯ના રાત્રે નિધિ ધાળકીયા ગૃપનો શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે શ્રોતાજનો માટે દરરોજ બપોરે પ્રસાદની સુંૅદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે આ કથામાં સંસ્‍થાના પ્રમુખ અને ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓની સતત હાજરી સાથે ચાલી રહી છે. અને આ કથા શ્રવણ તેમજ ધાર્મિક તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનો કાર્યક્રમોનો તાલુકાભરના લોકોને લાભ લેવા સંસ્‍થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાએ ભાવભર્યુ નિમંૅત્રણ પાઠવેલ છે.

(12:03 pm IST)