Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

શનીવારે આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે લોધીકા પંથકમાંથી લોકોને ઉમટી પડવા હાકલ

જીલ્લ પંચાયત દંડક સામાજીક ન્યાય સમિતીના ચેરમેન અને તાલુકા ભાજપ પ્રમુખ દ્વાર ા આમંત્રણ

ભીખુ ગોસાઇ દ્વારા ખીરસરા તા.૨૬ઃ પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પરવાળીયા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ  હોસ્પિટલનું તા.૨૮ ના રોજ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણથશે. જેમાં મુખ્યમૅત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે.

જેમાં ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા પંચાયત દંડક મુકેશભાઇ તોગડીયા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા તેમજ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કામાણી દ્વારા પ્રજાને અપીલ કરાઇ છે.  તથા લોધીકા તાલુકાના તમામ આગેવાનો  સરપંચ, તાલુકા પંૅચાયત સદસ્યો તથા ગામ લોકોને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે

(11:55 am IST)