Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડાપ્રધાન ૯ાા વાગ્‍યે આવશે, સૌ ૮ાા સુધીમાં આવી જજો

ડો. ભરત બોઘરાની મહેમાનો, પ્રજાજનોને અપીલ નરેન્‍દ્રભાઇના આગમન પૂર્વે નામાંકિત કલાકારોનો ડાયરો

લેબોરેટરી, ઓપીડી, સર્જરી, સીટી સ્‍કેન, ઓપરેશન થિયેટર, આઇસીયુ વગેરે નિહાળતા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા. સાથે ભરત બોઘરા, બાબુભાઇ આસલાલિયા, પરેશ ગજેરા તેમજ ભક્‍તજીવન સ્‍વામી અને અન્‍ય ટ્રસ્‍ટીઓ તથા ડોક્‍ટરોની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી શનિવારે જસદણ પાસેના આટકોટ ખાતે પરવાડિયા હોસ્‍પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે. તે દિવસે સવારે ૯.૩૦ વાગ્‍યે સ્‍થળ પર તેમનું આગમન થશે, તે પૂર્વે સૌને ૮.૩૦ વાગ્‍યા સુધીમાં સમીયાણામાં પહોંચી જવા આયોજક અગ્રણી ડો. ભરત બોઘરાએ અપીલ કરી છે.

ડો. બોઘરાએ જણાવેલ કે, ૧૫૦૦ જેટલી બસ અને સંખ્‍યાબંધ નાના-મોટા વાહનોમાં લોકો આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા અને નરેન્‍દ્રભાઇને સાંભળવા આવનાર છે. ૩ લાખ લોકો આવે તેવી અમારી તૈયારી છે. સ્‍થળ પર બેસવા માટે ખુરશીઓની વ્‍યવસ્‍થા છે. વિશાળ ડોમ બનાવાયા છે. તમામ લોકો માટે બપોરે ભોજનની વ્‍યવસ્‍થા છે. આટકોટમાં પ્રથમ વખત વડાપ્રધાનની સભા હોવાથી સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકોમાં અદમ્‍ય ઉત્‍સાહ છે. લોકાર્પણ સમારોહ શરૂ થતા પૂર્વે મંચ પરથી લોકડાયરાના જાણીતા કલાકારો ધીરૂભાઇ સરવૈયા, કિર્તીદાન ગઢવી, સુખદેવ ધામેલીયા, મનસુખભાઇ ખીલોરીવાળા વગેરે લોકસાહિત્‍ય અને ગીત-સંગીતની જમાવટ કરશે.

રોડ પરથી હોસ્‍પિટલ અને હોસ્‍પિટલમાંથી રોડની રોનક

રાજકોટઃ આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્‍પિટલ હાઇવે પર હોવાથી અને વિશીષ્‍ટ ઓળખવાળી ઇમારત હોવાથી દુરથી જ દેખાય આવે છે. એ જ રીતે હોસ્‍પિટલની ગેલેરીમાં રાખવામાં આવેલ વર્તુળકાર જગ્‍યામાંથી રોડ અને આસપાસનો સમગર વિસ્‍તાર દેખાય છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા, અકિલાના આટકોટના પ્રતિનિધિ વિજય વસાણી વગેરેએ આ દ્રશ્‍ય નિહાળ્‍યુ હતુ. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:48 am IST)