Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વિશ્વ પ્રસિધ્‍ધ યાત્રાધામ બેટ દ્વારકામાં પાવનધામ સોનાની દ્વારકાનું અનોખુ નિર્માણ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ર૬ :.. દેશના પヘમિ કિનારે આવેલ વિશ્વ પ્રસિધ્‍ધ યાત્રાધામ બેટ દ્વારકા રાજાધિરાજ દ્વારકાધીશનું મુખ્‍ય રહેણાક મહેલ ગણાય છે. અહીં કૃષ્‍ણ પોતાની પટરાણી સાથે રહેતા હતાં.

અહીં હિન્‍દુ સંસ્‍કૃતિના પ્રચાર પ્રસાર માટે શ્રી અરૂણલાલ મગનલાલ દવે પરિવારના સહયોગથી ચારધામ દર્શન કરાવતા સોનાની દ્વારકા મ્‍યુઝિયમનું નિર્માણ કરવામાં આવેલ.

જેમાં ચારધામ યાત્રાના દર્શન સાથે ૧૦ અવતાર, ૮ મહાલક્ષ્મી, સમુદ્ર નારાયણ, સપ્ત ઋષિમુનિ, ક્રિષ્‍ના રૂકમણી જેવા વિવિધ મૂર્તિઓનું આબેહૂબ નિર્માણ કરેલ છે. તથા અમેરિકાના ટીપી ગોલ્‍ડના પાણી ચડાવેલ ૧૦૮ સ્‍તંભો વિશ્વ અજાયબી સમાન છે.અહીની શિલિંગમાં ભાતીગળ મીનાકારી ગ્‍લાસથી મઢવામાં આવેલ છે. અહીં કૃષ્‍ણની બાળ લીલા અને ભગવાન દ્વારકા લીલાના આબેહૂબ દર્શન કરી યાત્રાળુઓ ધન્‍યતા અનુભવે છે.

(11:25 am IST)