Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

‘સુદર્શન સેતુ' વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખઃ નરેન્‍દ્રભાઇ મોદી

  (વિનુભાઈ સામાણી, કૌશલ સવજાણી, દિપેશ સામાણી દ્વારા)દ્વારકા-ખંભાળિયા તા.૨૬: ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.   વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્‍પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્‍ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તક્‍તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુકયો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિસ્‍તળત માહિતી મેળવી હતી.  સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક  મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્‍યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે. બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્‍ધિબા જાડેજા, ધારાસભ્‍ય પબુભા માણેક, કેન્‍દ્ર સરકારના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવશ્રી અનુરાગ જૈન, નેશનલ હાઇવેના સ્‍પેશ્‍યલ સેક્રેટરી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના કમિશનરશ્રી આલોક પાંડે સહિતના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:38 am IST)