Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોરોના ની મહામારી ને કારણે દરેક મતદાન મથકો પર આરોગ્ય વિભાગ ની ટીમ તૈનાત રહેશે : રાજકોટ જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે વિડીયો શુટીંગ કરાશે : રેમ્યા મોહન-બલરામ મીણા

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અચાનક ધોરાજીની મુલાકાતેઃ ધોરાજી નવી ભગવતી હાઇસ્કુલ ખાતે મતગણતરી સ્ટ્રોંગરૂમ નો નિરીક્ષણ કર્યું : રાજકોટ જિલ્લામાં મતદાર સૌથી વધુ મતદાન કરે અને લોકશાહી નું પાચન કરેઃ જિલ્લા કલેકટર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ર૬ : રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અચાનક ધોરાજી ખાતે દોડી આવ્યા હતા

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા રાજકોટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લાની મુલાકાતે નીકળ્યા હતા આ સમયે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ને પત્રકારોને જણાવેલ કે તાજેતરમાં તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોય જે બાબતે સંવેદનશીલ મતદાન મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારના ગામમાં ચૂંટણી મતદાન વ્યવસ્થિત થાય તે બાબતે નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા અને મતદારો લોકશાહીનો ચુસ્તપણે પાલન કરી વધુમાં વધુ મતદાન કરે તેવી મતદારોને અપીલ કરી હતી

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં આવનારી ચૂંટણી સંદર્ભે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળે નહીં તેમજ સંવેદનશીલ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થાય તે બાબતે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના અધ્યક્ષ  સ્થાને  જિલ્લાનાં પ્રવાસે નીકળ્યા છે અને જ્યાં  સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે અને સંપૂર્ણપણે શાંતિથી મતદાન થાય તે બાબતે જે તે પોલીસ સ્ટેશનને સૂચનાઓ આપવામાં આવી છે

જિલ્લા કલેકટર રમૈયા મોહન અને રાજકોટ જિલ્લા  પોલીસ વડા બલરામ મીણા સહિત ના અધિકારીઓ એ સ્ટ્રોંગ રૂમ અને સંવેદનશીલ મતદાન મથકો નું નિરીક્ષણ કર્યું હતું

સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો બંદોબસ્ત અને વિડિયો ગ્રાફી  કરવામાં આવશે

ચૂંટણી ના દિવસે શાંતિ ભર્યા માહોલ માં ચૂંટણી યોજાઈ માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે

 ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે ધોરાજીમાં  ૧૪૧ મતદાન મથકો પર તા ૨૮ ફેબ્રુઆરી ના યોજાશે મતદાન

૧૪૧ મતદાન મથકો માથી કુલ ૬૯ મતદાન મથકો સંવેદનશીલ છે જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ સ્વતંત્ર પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે

કુલ એક લાખ સતર હજાર જેટલા મતદારો છે જો તારીખ ૨૮ના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મતદાન કરી શકશે.

ચૂંટણી ના દિવસે ૧૨૦૦ કર્મચારીઓ નો સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા ની કામગીરી માં જોડાશે.

   જિલ્લા કલેકટર રેમ્યા મોહન  એ  જણાવેલ કે કોરોના ની મહામારી ને કારણે દરેક મતદાન મથકો પર આરોગ્ય વિભાગ ની ટીમ તૈનાત રહેશે

ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ધોરાજી જામકંડોરણા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની મતગણતરી થશે

જિલ્લા કલેકટર રેમ્યા મોહનએ પત્રકારોને જણાવ્યું કે ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ધોરાજી તાલુકા પંચાયત તેમજ જામકંડોરણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ ચાર શીટ જેમાં ધોરાજીની ૨ તેમજ જામકંડોરણા ૨ સીટ ની મતગણતરી એક જ સ્થાન પર થશે જે બાબતે આજ રોજ નવી ભગવતસિંહ હાઈસ્કૂલ ના વિવિધ  રૂમ તેમજ મતગણતરી વિસ્તાર વગેરે નું નિરીક્ષણ કર્યું હતું અને ઘટતી તાત્કાલિક કાર્યવાહી કરવાની વિવિધ અધિકારીઓને પણ સૂચનાઓ આપી હતી

મતગણતરી સમયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાથે ડેપ્યુટી ચૂંટણી અધિકારી તેમજ જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર ધોરાજીના ડેપ્યુટી કલેકટર ચૂંટણી ગૌતમ મિયાણી ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા ડેપ્યુટી ચૂંટણી અધિકારી ધોરાજી ખીમાણીભાઈ તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા

(3:56 pm IST)