Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૪ ઉમેદવારોના ફોર્મ રદ્દઃ હાઈકોર્ટનો ચૂકાદો

બોટાદ, તા. ૨૬ :. બોટાદ જિલ્લા પંચાયતની રવિવારે યોજાનાર ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ૧૪ ઉમેદવારો હવે જિલ્લા પંચાયતની ચૂંટણી લડી નહિ શકે.

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પંચાયતની યોજાનાર ચૂંટણી માટે જુદા જુદા કારણોસર કોંગ્રેસના ૧૮ જેટલા ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન આ ફોર્મ રદ્દ થતા કોંગ્રેસના ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીનો આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટે જણાવ્યુ છે કે ચૂંટણી પંચના નિર્ણયમાં અમે હસ્તક્ષેપ ન કરી શકીએ જેથી આ ૧૪ ઉમેદવારોના ફોર્મ હવે રદ્દ થયેલા ગણાશે. જો કે હાઈકોર્ટે ઉપલી કોર્ટમાં રજુઆત કરવા ચૂંટણી પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરી શકશે તેમ ઉમેદવારોને જણાવ્યુ છે.

(1:00 pm IST)