Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

શાપર વેરાવળમાં ભાજપ દ્વારા સભા

શાપર-વેરાવળ : રાજકોટ જિલ્લા પંચાયત વેરાવળ ૩૪ના ભાજપ ઉમેદવાર ગીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલારા તથા તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવાર રમાબેન અશ્વિનભાઇ ગઢીયાના સમર્થનમાં સભા રાખવામાં આવી હતી. જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, રાજકોટ જિલ્લા પ્રભારી ડી.કે.સખીયા, શાપર વેરાવળ એસો.ના પ્રમુખ રમેશભાઇ ટીલારા, કમલભાઇ સોજીત્રા, સીમાબેન જોષી, ભાનુબેન બાબરીયા, આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : કમલેશ વસાણી, શાપર વેરાવળ)

(11:30 am IST)