Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રવિવારે સૌરાષ્ટ્ર - કચ્છની પાલિકા - જિલ્લા - તાલુકા પંચાયતોનો ચૂંટણી જંગ

મંગળવારે મતગણતરી સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂર્ણ થશે : ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો

રાજકોટ તા. ૨૬ : રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. આ માટે આજે સાંજથી પ્રચાર - પડઘમ શાંત પડી જશે.

ગુજરાતની ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે તા. ૨૮ને રવિવારે મતદાન થયા બાદ તા. ૨ને મંગળવારે મતગણતરી થશે અને તા. ૫ માર્ચથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી અને જિલ્લા પંચાયતની બે સીટ માટે હવે ખરાખરીનો જંગ ખેલાઇ રહ્યો છે અને માત્ર એક દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાના ખાસ ગણાતા તને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ સુભાષભાઈ માકડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમની સાથે અસંખ્ય કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આવા સમયે ધોરાજી તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં હતી અને કોંગ્રેસને ૧૬માંથી ૧૫ સીટ નો જવલંત વિજય જે તે સમયે થયો હતો અને ભાજપને માત્ર એક સીટ મળી હતી પરંતુ આજનો દિવસ વિકાસનો દિવસ છે ત્યારે લોકો પણ આ વિસ્તારમાં લલિત વસોયા નું શાસન જોઈ લીધું છે.

આ સમયે સુભાષભાઈ માકડીયા જણાવેલ કે ધારાસભ્ય લલિત વસોયા નો ગઢ ગણાતા ધોરાજીમાં હવે કોંગ્રેસને બહુમતી મળવાની નથી અમારા સૌના ટેકાથી લલિત વસોયાનો ઊંચું સ્થાન હતું પરંતુ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાખરીયાના પ્રયાસથી અને માન્ય શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિકાસ કાર્યને આગળ ધપાવવા માટે અમે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે ત્યારે હવે કોંગ્રેસ માટે તાલુકા પંચાયતનો ધવન્સ થઈ ગયું છે અને ધોરાજી તાલુકા પંચાયતની કુલ ૧૬ સીટમાંથી ૧૧ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાવાનો છે અને સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવવાનું છે એવી જ રીતે જિલ્લા પંચાયતની બે સીટ ઉપર પણ કોંગ્રેસને નાબૂદ થવાની છે અને બંને સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારોનો વિજય થવાનો છે તે બાબતે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે પ્રવાસમાં નીકળ્યા છીએ અને લોકોનો વિશ્વાસ જોઈ અને એવો વિશ્વાસ બેઠો છે કે આ વિસ્તારમાં ફરીથી ભાજપનું કમળ આવવાનું છે અને કોંગ્રેસનો અસ્ત થવાનો છે.

(11:29 am IST)