Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ભુજ કોર્ટમાં થયા હાજર, જૂના કેસોની ટ્રાયલ ચાલુ : કચ્છમાં કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રદીપ શર્મા વિરૂદ્ધ અલગ અલગ ૬ કેસ નોંધાયા છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: રાજકોટ અને કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા અલગ અલગ ગુનાઓની સુનાવણી શરૂ થઈ છે. ગઇકાલે આ સંદર્ભે પ્રદીપ શર્મા ભુજ કોર્ટમાં હજાર થયા હતા. કચ્છમાં કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રદીપ શર્મા વિરૂદ્ધ અલગ અલગ ૬ કેસ નોંધાયા છે. જે પૈકી ભુજની જથ્થાબંધ બજાર અને જિંદાલ સો કંપનીને જમીન ફાળવણી કરવાના કેસની સુનાવણી શરૂ થઈ છે. પ્રદીપ શર્માએ ભુજ જથ્થાબંધ બજારના કેસમાં પોતાને બિન તહોમત છોડી મૂકવા અરજી કરી છે. જે કેસની ટ્રાયલ ની સુનાવણી હાથ ધરાયા બાદ નવી તારીખ ૬ માર્ચ પડી હોવાનું જાણવા મળે છે. પ્રદીપ શર્માએ કચ્છમાં વેલસ્પન કંપનીને ફાળવેલ જમીન, મોબાઈલ ફોન ના બિલની કંપની દ્વારા ચુકવણી અને આ કંપનીના અન્ય યુનિટ માં તેમના પત્નીની ભાગીદારી અંગે ઈડી દ્વારા થયેલી તપાસનો કેસ અમદાવાદ કોર્ટમાં ટ્રાન્સફર થયો છે. તો, કચ્છના કિડાણા ગામે જમીન ફાળવણી અને રાજકોટના ટંકારા ગામે જમીનની ફાળવણીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. જોકે,ભુજની પાલારા જેલમાં પ્રદીપ શર્મા પાસેથી મોબાઈલ મળી આવતાં તેમની સામે એ અંગે પણ કેસ ચાલી રહ્યો છે. ભુજ કોર્ટમાં સરકાર તરફે ખાસ પીપી તરીકે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી હાજર રહ્યા હતા.

(9:30 am IST)