Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ભાવનગરમા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૫ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૪૧ કેસો પૈકી ૨૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૪૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૩ પુરુષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ લોકોના રિપોર્ટ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના કુલ ૪ અને તાલુકાઓમાં ૧ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૦૪૧ કેસ પૈકી હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૯૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(7:44 pm IST)
  • જયાં દેશના સર્વોચ્ચ નેતાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે તે લાલ કિલ્લા ઉપર ખેડૂત આંદોલનકારીઓએ પોતાનો ધ્વજ ફરકાવી દીધો... : મોટો ખળભળાટ : દિલ્હી પોલીસ શા માટે આંદોલનકારીઓને બિન્દાસ્ત ફરવા દે છે તે કોઈને સમજાતું નથી. કોઈ મોટી ઘટના આકાર લઈ રહી છે કે કેમ તેની ભારે ચર્ચા. Farmers are on top of red fort and raising their flag access_time 3:43 pm IST

  • ભારતમાં કોરોના હારવા લાગ્યો: આજે સવાર સુધીમાં દેશમાં નવા ૯,૧૦૨ કોરોના કેસ થયા છે, ૧૧૭ નવા મૃત્યુ ને ૧૫૯૦૧ સાજા થયા છે access_time 11:09 am IST

  • દિલ્હીની સરહદે બેરીકેડ તોડીને ખેડૂતોએ કિસાન ટ્રેકટર રેલી શરૂ કરતા અત્યારે સવારે ૧૧-.૩૦ આસપાસ પોલીસે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ટીયરગેસ છોડયો છે અને લાઠીચાર્જ શરુ કર્યો છે. દિલ્હીની ગાજીપુર સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ છે. access_time 12:04 pm IST