Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો મંદિરમાં આવેલા ભક્તજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી

ગાંધીનગરના “રાધે-રાધે” ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

રાજકોટ: સમગ્ર દેશ આજે 72મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે દરવર્ષની જેમ આ વખતે પણ પ્રખ્યાત ખોડલધામ  ખાતે ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ  ફરકાવવામાં આવ્યો છે.પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીનગરના “રાધે-રાધે” ગ્રુપ દ્વારા 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે જ ખોડલધામ મંદિરમાં  દર્શન માટે આવેલા ભક્તજનો દ્વારા રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે ખોડલધામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ તિરંગો ફરકે છે. દેશના મંદિરોના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મંદિરમાં આટલો લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે આટલું જ નહીં, ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર છે, જ્યાં ધર્મધજાની સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે

(12:23 pm IST)