Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ઉનામાં પીવીસી પાઇપના ગોડાઉનમાં ભીષણ આગ : લાખોનું નુકસાન

પાઇપ સહિત ચીજવસ્તુઓ બળીને ખાખ : ફાયર ફાઇટરોએ એક કલાકે આગ કાબુમાં લીધી : જાનહાનિ નથી : ગેસના બાટલાને લીધે આગ લાગ્યાનું તારણ

ઉના, તા. રપ : બસ સ્ટેશનની સામેના ભાગે આવેલ અભય કોમ્પ્લેક્ષના પાછળના ભાગે એક પીવીસી પાઇપનું ગોડાઉન આવેલ હોય અને આ ગોડાઉનમાં લાખો રૂપિયાનો પીવીસી પાઇપનો જથ્થો અને અન્ય ચીજવસ્તુ હતી અને ગોડાઉનની બહાર પણ થોડા પાઇપ પડેલા હોય જેમાં અચાનક આગ લાગતા આ આગ ઘડીભરમાં ગોડાઉનમાં પ્રવેશી જતા આગે વિકરાળરૂપ ધારણ કરી લીધેલ હતું.

આગના બનાવની જાણ થતા તત્કાલીક ઉના નગર પાલિકાના ફાયર ફાઇટરને જાણ જતાં ફાયરના અશોકભાઇ રાઠોડ, સંદીપભાઇ વાજા, રમેશભાઇ ચાવડા, રણજીતભાઇ પરમાર અને જીતુભાઇ બાંભણીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે ફાયર ફાઇટર સાથે પહોંચી ગઇને અને આગ ઓલાવવાના પ્રયત્નો કરીને મહામહેનતે આગને કાબુમાં લઇ આગને ઓલવી હતી. આગની જાણ થતા ઉના પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના ટોળુ પણ આગ જોવા ભેગુ થયું હતું.

આગના કારણે ગોડાઉનના માલીકને લાખો રૂપિયાનું નુકશાન થયાનું જાણવા મળે છે. સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી.

આગ લાગવાનું હાલ કોઇ કારણ જાણવા મળેલ નથી. આ આગ લાગેલ ગોડાઉનમાં ગેસનો બાટલો હોવાનું બહાર આવતા પોલીસે ગોડાઉનનો દરવાજો ખોલાવી ગે બાટલો બહાર કાઢવામાં આવેલ હતો.(૮.૬)

(2:58 pm IST)