Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

હાર્દિક કચ્છના સફેદ રણમાં શું કરે છે ?

ગુજરાતની બીજેપી સરકાર સામે અનામત આંદોલન છેડનાર હાર્દિક પટેલ ચૂંટણીની પૂર્ણાહુતિ બાદ થાક ઉતારવા કચ્છના સફેદ રણની મુલાકાતે ગયો છે. હાર્દિક ગુપ્ત રીતે એકાએક કચ્છની મુલાકાતે આવતા શરૂઆતમાં સુરક્ષા એજન્સીઓના કાન સરવા થઇ ગયા હતા. જોકે પાછળથી મુલાકાતનો હેતુ અંગત મનોરંજનનો હોવાનું સ્પષ્ટ થતા સુરક્ષા-એજન્સીઓને થોડીક હળવાશ થઇ હતી. કચ્છ યાત્રા નામના રિસોર્ટમાં તે ઉતર્યો છે.  

(9:41 am IST)