Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ૧૩ કેસઃ વઢવાણના વૃધ્ધનું મોતઃ કુલ આંક હવે ૩૦૦૨ પર

વઢવાણ, તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૧૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૦૦૨ થયો હતો.

આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જયારે એક જ દિવસમાં જિલ્લામાં એક વ્યકિતનું કોરોનાથી મોત પણ નીપજયું હતું જેમાં ૭૫ વર્ષ પુરૂષ વઢવાણવાળાનો સમાવેશ થાય છે.આ દર્દીની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

(12:54 pm IST)
  • પંજાબમાં ૧ ડીસેમ્બરથી તમામ શહેરો અને ગામોમાં રાત્રીના કર્ફયુનું એલાનઃ હોટલો રેસ્ટોરન્ટ રાતના ૯.૩૦ સુધી ખુલ્લા રહેશેઃ નિયમનો ભંગ કરવા બદલ ૧૦૦૦નો દંડ access_time 3:21 pm IST

  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST