Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા મામલતદાર કચેરીએ માત્ર 'પોતડી' પહેરી સંવિધાન દિન મનાવાશે

આધારકાર્ડની સેવા ચાલુ કરાવવા, કડકડતી ઠંડીમાં

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૨૫ : ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન સંવિધાન દિવસે આધારકાર્ડની સેવા ચાલુ કરાવવા કડકડતી ઠંડીમાં પોતડી પહેરી મામલતદાર કચેરી ખાતે અનોખી ઉજવણી કરશે અનેક ગાંધીવાદી ઉપસ્થિત રહેશે.

ગુરૂવારે ભારત સંવિધાન દિવસ છે અને સંવિધાનને કારણે લોકશાહીમાં હક્ક અને ફરજો નાગરિકને મળી છે ત્યારે ટંકારામાં વૈશ્વિક મહામારી કોરોના પુર્વે આધારકાર્ડની કામગીરી નિરાધાર બની હોય નવેક મહિના જેટલો લાંબો સમય વિતી ગયો છતાં દેશના રાજા સમા પ્રજા તેના જરૂરી કામગીરી માટે ડોકયુમેન્ટને લઈને દરબદરની ઠોકરો ખાતા હોય ટંકારા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા આ દિવસની અનોખી ઉજવણી કરવા માટે સવારથી મામલતદાર કચેરી ખાતે એકજ પાણળી પોતડી પહેરી શિયાળાની કડકડતી ઠંડીમાં ઉભા રહીને અનોખી ઉજવણી કરશે અને જયા સુધી આધારકાર્ડની સેવા શરૂ ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાની જાહેરાત કરતા ખડખડાટ મચી ગયો છે.રીતસરના ધારાસભ્યથી લઈ શાસક પક્ષના હોદેદારો અને કોંગ્રેસના નેતા અને ચુંટાયેલા સભ્યો આ અંગે પોતાનુ સ્ટેન્ડ કિલ્યર કરી કાર્યક્રમમાં જોડાવવા આમંત્રિત કરશે સાથે રાજય આખાના ગાંધી વાદી પણ આ કાર્યક્રમમા જોડાવવા માટે આહવાહન કર્યુ છે ત્યારે આ મામલો આગામી દિવસોમાં આખા દેશમાં ટોપ ઓફ ધ ટાઉન બને તો નવાઈ નહીં.

(1:20 pm IST)