Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

હળવદના દેવળિયા નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું

પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

હળવદ,તા. ૨૫: તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ નંબર ૨૪ માં ગઈકાલે ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે જ વેડફાઈ રહેલું પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અન્ય ઘણી જગ્યાઓ એ નર્મદા કેનાલ તેમજ તેના હેઠળ આવતી પેટા કેનાલમાં ગાબડા પડવાના બનાવ બનતા હોય છે તેમજ કેનાલ માંથી પસાર થતાં પાણીના ભેજને કારણે પણ આજુબાજુના ખેડૂતો ને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે ગઈકાલે હળવદ તાલુકાના દેવળિયા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની માઇનોર ૨૪ નંબરની કેનાલમાં ગઈ કાલે ગાબડું પડતાં મોટા પ્રમાણમાં પાણી નો વેડફાટ થઇ રહ્યો છે અને પાણી સીધું જ ખેડૂતોના ઉભા પાકમાં દ્યૂસી ગયું છે જેને કારણે ખેડૂતો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે સાથે જ વધુમાં જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પહેલા પણ આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવ્યું હોય જેને કારણે કેનાલ છલકાઈ હતી અને ત્યારે પણ આ પેટા કેનાલ નું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયું હતું જેથી હાલ તો આ કેનાલનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

(11:31 am IST)