Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભાવનગરમાં યુવાનને છરી ઝીંકી વેપારી હેપી વોરાની ધરપકડ

દિવાળીએ ઝઘડો થયા પછી સમાધાન થયું, છતાં દાઝી રાખી

ભાવનગર તા. ૨૫ : પીરછલ્લા શેરીમાં યુવાન ઉપર છરી વડે ખુની હુમલો થતાં હોસ્પિટલ ખસેડાયેલ છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

વિગતો મુજબ મેહુલ ઉર્ફે લાલો નરેશભાઇ કડીવાલ નામના યુવાન ઉપર પીરછલ્લા શેરીમાં વેપાર કરતા હેપી રાકેશભાઇ વોરા નામના વણીક યુવાને છરી વડે છાતી, પેટ અને પગના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મેહુલને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતાં જ સી-ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવને પગલે પીરછલ્લા શેરીના વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પત્ની સોનલબેન મેહુલભાઇ કડીવાલએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેપી રાકેશભાઇ વોરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ખુનની કોશિષનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ દિવાળી ઉપર ઝઘડો થયો હતો અને સમાધાન થયું હતું જેની દાઝ રાખી આજે હુમલો કરાયાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

(11:29 am IST)