Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ઉનાના સૈયદ રાજપરામાં જાુના મનદુઃખથી ર જૂથ વચ્ચે અથડામણઃ ધોકા-કુહાડી વડે હૂમલો

સામસામી પોલીસ ફરિયાદોમાં કુલ ૧૩ સામે ગુન્હો નોંધાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. રપ :.. સૈયદ રાજપરા ગામે જુન મનદુઃખને કારણે બે જૂથ વચ્ચે મારા મારી  થતાં લાકડાના ધોકા, કુહાડી, વતી હૂમલો કરતા ગંભીર ઇજા પહોંચી બન્ને જૂથે સામસામી ફરીયાદ નોંધાતા કુલ ૧૩ લોકો સામે ફરીયાદ નોંધાઇ છે.

સૈયદ રાજપરા ગામે નવા વરસનાં તહેવારોન દિવસમાં ભરતભાઇ જીતુભાઇ બાંભણીયા રે. સૈયદ રાજપરાવાળાએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. કે સૈયદ રાજપરા ગામના વિપુલ મહેશ કામળીયા, મહેશ બાબુ કામળીયા, અજય ભીમા રાઠોડ, વિકાસ ભીમા રાઠોડ, રમેશ છગન બાંભણીયા, પ્રકાશ છગન, શૈલેષ સામત રાઠોડ, નરેશ કિશન રાઠોડ, ગાળો દઇ લાકડાના ધોકા, કુહાડી વતી હૂમલો કરી ઇજા કરી. મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

સામા પક્ષે જુના મનદુઃખનું વેર રાખી વિકાસ ભીમા રાઠોડનાં ભાઇ અજય ભીમા ઉપર ભરત જીતુ બાંભણીયા, જીજ્ઞેશ કેશુ રાઠોડ, ઇશ્વર કેશુ રાઠોડ, વિજય પુંજા રાઠોડ, વેલજી પાંચા સોલંકી રે. સૈયદ રાજપરા વાળાએ, એક સંપ કરી હૂમલો કરતાં વિકાસ નામના યુવાનને માથામાં ઇજા પહોંચી હતી. નવાબંદર મરીન પોલીસે બન્ને જૂથનાં ૧૩ લોકો સામે સામ સામી ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

(11:27 am IST)