Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સુત્રાપાડાના વાવડીના ૬પ વર્ષના ખેડૂત ન્યાય માટે ૧૪૦૦ કિ.મી.ની દિલ્હીની સાયકલ યાત્રાએ

વેરાવળ, તા. રપ : સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ૬પ વર્ષના ખેડૂત તેમની જમીનના હકક મેળવવા માટે છેલ્લા ૧૮ વર્ષથી લડત લડી રહેલ છે અને વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરેલ છે, પરંતુ તેમના પ્રશ્નનું નિરાકરણ ના આવતા ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરી અને મુખ્યમંત્રીને રજુઆત કરેલ જેમાં જણાવેલ કે મારી જમીનમાં કૌભાંડ કરી જમીન પડાવી લેવામાં આવેલ છે અને આ બાબતે તેમના પ્રશ્નના નિરાકરણ બાબતે ખાત્રી મળવા છતાં આજ દિવસ સુધી તેમના પ્રશ્નનું નિરાકરણ ના આવતા તેમના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામેથી બપોરના નિકળેલ અને સોમનાથ દાદાના દર્શન કરેલ ભાલકા કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ૧૪૦૦ કિલોમીટર સાયકલ ચલાવી અને દિલ્હી સુધી વડાપ્રધાનને રજુઆત કરવા નિકળેલ છે.

અરશીભાઇ રામે જણાવેલ કે મે ર૦૦રથી મારી માંગણીઓની લડત આપી રહ્યો છું. મારી જમીનને કૌભાંડ રસી પડાવી લેવામાં આવેલ છે. ૧૮ વર્ષથી મામલતદાર, કલેકટર સહિત ગાંધીનગર સુધી વારંમવાર રજુઆતો કરી ચૂકયો છું, પરંતુ હજુ સુધી ન્યાય મળેલ નથી, ત્યાર બાદ થોડા સમય રહેલા સોમનાથથી ગાંધીનગર સુધી સાયકલ યાત્રા કરેલ અને ત્યારે આશ્વાસન મળેલ પણ હજુ સુધી તેમના પ્રશ્નનોનું નિરાકરણ આવેલ નથી.

(11:26 am IST)