Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરતા જુનાગઢ કલેકટર

જૂનાગઢ તા.૨૩: તહેવારો દરમિયાન કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય એ માટે કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવા કલેકટરશ્રી રચિત રાજે જૂનાગઢવાસીઓને ખાસ અનુરોધ કર્યો છે.

આગામી થોડા દિવસોમાં દિવાળી, નવા વર્ષની ઉજવણી થનાર છે. તહેવારોની ઉજવણી દરમિયાન મોટા પ્રમાણમાં લોકો દ્યરથી બહાર જતા આવતા હોય છે. ત્યારે આ દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાઇ એ માટે લોકોને વિશેષ તકેદારી રાખવા કલેકટરશ્રીએ અપીલ કરી છે.

કલેકટરશ્રી રચિત રાજે તહેવારો દરમિયાન બહાર જતી વખતે માસ્ક અચુક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, હાથ સેનીટાઇઝ કરવા જણાવ્યું હતું. વધુમાં રસીકરણનો બીજો ડોઝ બાકી હોય તે લેવા પણ લોકોને જણાવ્યું હતું. અને જેમણે રસીના બન્ને ડોઝ લઇ લીધા હોય તેને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.

કોરોના હજુ ખતમ થયો નથી. ત્યારે જરા પણ લાપરવાહી રાખવાની જરૂર નથી. તેમ જણાવી કલેકટરશ્રીએ કહ્યું કે, માસ્ક પહેરવાનો સ્વભાવ બનાવવો પડશે. જે લોકોએ રસી લીધી છે તેઓએ બીજાને રસી લેવા પ્રેરણા આપવી જરૂરી છે. જૂનાગઢ જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણ થયું હોવા છતા આપણે સૌએ સતર્કતા રાખવી પડશે.

હોમગાર્ડઝ ભરતી થશે

જિલ્લામાં હોમગાર્ડઝ દળના માનદ સભ્યોની ૧૩૪ જગ્યા પર ભરતી થશે.

માળીયા હાટીના-૨૪,ચોરવાડ-૧૮,બાંટવા-૧૮,વંથલી-૨૫, ભેસાણ-૧૪ પૂરૂષ સભ્યો તેમજ જૂનાગઢ ૩૫ મહીલા સભ્યો ગૃહરક્ષક (હોમગાર્ડઝ) દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા માટે માનદ સેવા આપવા ઇચ્છુક ઉમેદવારો અરજી  કરી શકશે.   આ માટે  લાયકાત-૧૦ પાસ,ઙ્ગકે તેથી વધુ,તેમજ ઉમર-૧૮ થી ૫૦ સુધીના જેતે સ્થાનિક ગામ ખાતેના વિસ્તારમાં રહેતા હોય અને શારિરીક તથા માનસીક સશકત હોય,ઙ્ગતેવા ઉમેદવારોએ અરજી પત્રક જીલ્લા કમાન્ડન્ટશ્રી હોમગાર્ડઝ કચેરી,જુના બસ સ્ટેશન,એમ.જી.રોડ,ઙ્ગજૂનાગઢ ખાતેથી વિનામુલ્યે તા.૨૫/૧૦/૨૦૨૧ થી તા.૨૯/૧૦/૨૦૨૧ સુધીમાં કચેરી સમય ૧૦-૩૦ થી ૧૮-૧૦ કલાક સુધીમાં ઉમેદવારોએ મેળવી લેવાના રહેશે. તેમજ અરજી પત્રક પરત જમા કરાવવાની તા.૨૮/૧૦/૨૧ થી ૩૦/૧૦/૨૧ સુધીમા જમા કરાવવાના રહેશે. તા.૩૧/૧૦/૨૧ પછી અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે જિલ્લા હોમગાર્ડઝ કચેરી,ઙ્ગજૂનાગઢ ખાતે સંપર્ક કરવો.

કોરોના વોરીયર્સ સન્માનિત

સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ અપાઇ ચુકયા છે. આ સિદ્વિની ઉજવણી દેશભરમાં ઠેર-ઠેર કરાઇ હતી. જેના ભાગરૂપે વડાલ પીએચસી ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી દ્વારા કોરોના વોરીયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોના વાઇરસથી રક્ષણ માટે વેકિસન અમોદ્ય શસ્ત્ર સાબિત થયું છે. ત્યારે કોરોના રસીકરણની કામગીરીમાં આરોગ્ય વિભાગના ડોકટર્સ, નર્સ દ્વારા કપરી પરિસ્થિતિમાં પણ સતત પ્રશંસનીય કામગીરી કરી લોકોને વેકિસન લેવા માટે જાગૃત કર્યા છે. આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં પોતાના જીવ જોખમમાં મૂકીને દિવસ રાત ફરજ નિભાવી છે.ઙ્ગ ત્યારે ૧૦૦ કરોડ રસીકરણ પારના કાર્યક્રમની ઉજવણી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાલ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પ્રવિણભાઇ પટોળિયાના હસ્તે તમામ સ્ટાફને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોલેજના ૫૦ વિદ્યાર્થીએ વેકિસન લીધી

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કોલેજના એન.એસ.એસ. યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેકિસનેશન કેમ્પમાં કોલેજના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રસી લીધી હતી. કેમ્પમાં જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ તબીબ માંગદીપભાઇનો સહયોગ મળ્યો હતો. કેમ્પ દરમિયાન કોલેજના આચાર્ય ડો.પી.વી.બારસીયા દ્વારા ઉપસ્થિત અધિકારીઓનો આભાર માનવામાં આવ્યો હતો. કોરોના જાગૃતિ માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર હાર્દિકભાઇ રાજયગુરૂ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ યોજાશે

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત,ઙ્ગયુવા અને સાસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુકત રીતે એકઙ્ગચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનુંઙ્ગઆયોજન કરેલ છે. જેમાં ૬ થી ૧૪ (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જે બાળકો આ પેઇન્ટીંગ વર્કશોપ ભાગ લેવા માંગતા હોય તેમને તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે જરૂરી પુરાવા (આધારકાર્ડ) સાથે નોંધણી કરાવાની રહેશે. નોંધણી કરાવેલ બાળકોને વર્કશોપના સમય અને સ્થળની જાણ કરવામાં આવશ.

મેખડી પીએચસીનો લોકાર્પણ

પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રીશ્રી દેવાભાઇ માલમના ઉપસ્થિતિ માંગરોળ તાલુકાના મેખડી  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાપર્ણ  કાર્યક્રમ યોજાશે.  મંત્રીશ્રી દેવાભાઇ માલમ જૂનાગઢના પ્રવાસ દરમિયાન રવિવારના રોજ સવારે ૧૦ કલાકે માંગરોળ તાલુકાના મેખડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મેખડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુબાજુ ગામના લોકોને આરોગ્યની સુવિધા મળી રહેશે.

 

કૃષિમંત્રીનો પ્રવાસ

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ આગામી તા.૨૪ ઓકટોબરને રવિવારના રોજ એક દિવસીય જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રીશ્રી સવારે ૧૦ કલાકે ચોબારી ફાટક પાસે આવેલ અગસ્ત્ય હોસ્પિટલના ઉદ્દદ્યાટન સમારોહમાં હાજરી આપશે. બાદમાં સવારે ૧૧ કલાકે ચાંપરડા ખાતે આગમન અને મુકતાનંદ સ્વામી આશ્રમ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧ કલાકે બિલખા ખાતે પુર્વ ધારાસધ્યશ્રી રત્નાબાપાના ઠુંમરના નિવાસસ્થાન ખાતે શુભેચ્છા મુલાકાત કરશે.

(10:39 am IST)