Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ધોરાજીમાં વિજયા દશમી તહેવારમાં પણ કોરોના ઇફેક્ટ દેખાણી : ફરસાણના વેપારીઓમા મંદીનો મહોલ

ધોરાજી: કોરોના મહામારી ના સમયમાં છેલ્લા  આઠ મહિનાથી લોકો ધંધા રોજગાર વગરના થઈ ગયા છે ત્યારે નવરાત્રિનો તહેવાર પણ લોકો ઉજવી શક્યા નથી ત્યારે આજરોજ વિજયાદશમીના પાવન પ્રસંગે લોકોમાં ઉત્સાહ દેખાવો જોઈએ પરંતુ આજે વિજયાદશમીના તહેવાર નિમિત્તે ધોરાજીમાં કોઈપણ પ્રકારની રોનક જોવા મળી ન હતી અને ખાસ કરીને મીઠાઈ ફરસાણના વેપારીઓમા મોટી મંદી જોવા મળી હતી તેમજ રાહત ભાવે વેચાતા સામાજિક સંસ્થાના લોકોએ પણ આ વર્ષ માટે રાહત ભાવે વેચાતી  મીઠાઈ ફરસાણ વેચવાનો પણ બંધ રાખ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે

   આજે વિજયાદશમી ના પાવન પ્રસંગે લોકો મીઠાઈ અને ફરસાણ લેવા માટે મોટી સંખ્યામાં મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં જોવા મળતા હોય છે પરંતુ ગઈકાલ રાતથી આજ સાંજ સુધીમાં કોઈ ઘરાગી જોવા મળી નથી આ સમયે ધોરાજીના મીઠાઈના વેપારીએ જણાવેલ કે કાયદેસરની કોરોના મહામારી નવરાત્રી અને દિવાળીના સમયમાં પણ જોવા મળી છે હાલમાં અમારા માટે દશેરાથી દિવાળી સુધી  ધંધામાં તેજી હોય છે પરંતુ આ વર્ષે અમારા માટે મંદીનો માહોલ સર્જાયો છે અને જોગાનુજોગ લગ્ન પ્રસંગ અને તહેવારોની પાબંદીને કારણે મીઠાઈ અને ફરસાણના વેપારીઓ છેલ્લા છ મહિનાથી ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે આવા સમય માટે રાજ્ય સરકારે પણ ખોટી કનડગત તેમજ તહેવારો પર સેમ્પલ લેવાનું બંધ કરવું જોઈએ અને ફરસાણ અને મીઠાઈ ના વેપારીઓ માટે આત્મનિર્ભર પેકેજ પણ આપવું જોઈએ

(5:10 pm IST)