Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

જામકંડોરણા ખાતે જિલ્લા સહકારી સંસ્થાઓની વાર્ષીક સાધારણ સભા ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ

રાજકોટ ડીસ્ટ્રીક બેંક, જિલ્લા દૂધ મંડળી, ખરીદ વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા કો. ઓપ. કોટન યુનિ લી., જિલ્લા સહકારી પ્રકાશન,ડીસ્ટ્રીક બેંક કર્મચારી મંડળી ની સંયુક્ત સાધારણ સભામા સહકારી આગેવાનો તથા કાર્યકરોની ઉપસ્થિતિ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૫ :જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા નાં અધ્યક્ષ સ્થાને રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ, શ્રમ રોજગાર મંત્રી બ્રીજેશભાઈ મેરજા, મંત્રી અરવિંદભાઈ રૈયાની, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય કુંવરજી ભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા મનસુખભાઇ ખાચરિયા મનીષભાઈ ચાગેલા માસુખભાઈ રામાણી વિગેરે ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્ર્મ શરુ થયો હતો.

રાજકોટ ડીસ્ટ્રીક બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાએ મંચ પરથી જણાવેલ કે ૬૩ મી વાર્ષિક સાધારણ સભા માં વર્ષ ૨૦૨૧/૨૦૨૨ નાં વર્ષનો ચોખો નફો ૬૧.૫૦ કરોડ, અને સભાસદોને ૧૨% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.

સહકારી બેંકમાં ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવતી આ બેંક સહકારી ખેડુત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા ની અથાગ મહેનત અને પરિશ્રમથી અડીખમ ઊભી છે.

સાથોસાથ નવી લોન્ચ કરેલ સ્કીમ વિષે જાહેરાત કરી હતી જેમા સભાસદોને ૧૨ % ડીવી. ધિરાણ મેળવતા ખેડૂતોને ગંભીર બીમારીમાં ૧૫,૦૦૦/- ની સહાય, ખેત જાળવણી માટે ૧૨ લાખ સુઘી લોન યોજના, મંડળીઓને કેસીસી ધિરાણ ઊપર ૨૦૨૨/૨૦૨૩ માટે ૧.૨૫ % વ્યાજ મર્જીન ની જાહેરાત કરી હતી.

દેશની ટોચની સહકારી સંસ્થાઓ મા રાજકોટ જિલ્લા બેન્કનો સમાવેશ થાય છે. ખેડુતોનો વિશ્વાસ બેંકે સંપાદિત કર્યો છે.

જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ નાં ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા એ વાર્ષીક એહવાલમાં દૂધ ઉત્પાદક સંઘ નો વર્ષ ૨૦૨૧/૨૨  નો ચોખ્ખો નફો ૧૦.૨૩ કરોડ નો જણાવેલ તેમજ દૂધ ઉત્પાદક ને પ્રતિકિલો ફેટ રૂ.૧૮ લેખે ચુકવ્યા તેમજ ત્રણ હજાર થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજેંસી મારફતે દૂધ અને દૂધની બનાવટ ની વસ્તુઓનું વેચાણ શરૂ કરવા જાહેરાત કરી હતી.

 Rdc બેન્ક ના જનરલ મેનેજર વી.આર.સખીયા વિગેરે એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું

(6:46 pm IST)