Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબી : શહીદોના પરિવારના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ.

નવરાત્રી મહોત્સવમાંથી થયેલી આવકમાંથી સેવાની સરવાણી વરસશે : મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ પણ અર્પણ કરાશે

 મોરબી : સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ નવરાત્રી મહોત્સવમાંથી થનાર આવકમાંથી શહીદ પરિવારોને સહાય આપવામાં આવનાર છે.

મોરબીમાં કોરોનાના ૨ વર્ષ બાદ આગામી તા. ૨૬ સપ્ટેમ્બરથી ૪ ઓકટોબર સુધી રામેશ્વર ફાર્મ,નવજીવન(ન્યુએરા) સ્કૂલની બાજુમાં રવાપર – ઘુનડા,મોરબી ખાતે સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા દરવર્ષે નવરાત્રી મહોત્સવનુ આયોજન કરી ગૌમાતા અને અન્ય સેવા કાર્યો માટે આવકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવ દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત નવરાત્રી મહોત્સવની આવકમાંથી મનોદિવ્યાંગ શાળાને બસ પણ અર્પણ કરવામાં આવનાર છે.
આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા સહિતના નામી કલાકારો રાસની રમઝટ બોલાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 75 જેટલા સહિત પરિવારોને દોઢ કરોડ જેટલી રકમની સહાય કરવામાં આવી છે. ઉપરાંત આ ફાઉન્ડેશન દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલની જૂની પ્રતિમાને સ્થાને નવી પ્રતિમા મૂકવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં સર્કલને પણ રિનોવેશન કરવામાં આવશે આ ઉપરાંત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાથે સાથે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર શહીદ વીર જવાનો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ સરદાર પટેલની પ્રતિમા પહેલા મૂકવામાં આવશે.

(1:17 am IST)