Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ગીર સોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ અને 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત

ઓક્સીઝન, આઇસીયુ અને વેન્ટિલેટર સુવિધા ઉપલબ્ધ

ગીરસોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. આ ઉપરાંત 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત રાખવામાં આવેલા છે. જેના કારણે દર્દીઓને અન્યત્ર ખસેડવાની હવે જરૂર નહીં પડે તેમ માનવામાં આવી રહ્યું છે

કોવિડ 19 એટલે કે, નોવેલ કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં 5 કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-4 અને સરકારી હોસ્પિટલ-1 તેમજ 60 બેડનું કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે 100 બેડ ઓક્સિજન સાથે 27 બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -30 બેડ ઓક્સિજન સાથે 6 બેડ આઈસીયુ સાથે અને 4 વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે 21 બેડ જેમા 19 બેડ ઓક્સિજન સાથે 5 બેડ આઈસીયુ, 2- વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

સોમનાથ હોસ્પિટલ વેરાવળ-30 બેડ જેમા 22 બેડ ઓક્સિજન સાથે 6-બેડ આઈસીયુ સાથે 1-વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અલિફ હોસ્પિટલ વેરાવળ-30 બેડ સાથે 25 બેડ ઓક્સીજન સાથે 6-બેડ આઈસીયુ અને 1 વેન્ટીલેટર ઉપલબ્ધ છે.

(1:16 pm IST)