Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સાંજે હળવદમાં મેઘરાજાની તોફાની ઇનિંગ : રણછોડગઢમાં મકાનોમાં પાણી ઘુસ્યા : ચરાડવામાં રાજબાઇ માતાના મંદિરે પાણી ભરાયા

સરંભડા, સુંદરી ભવાની, માથક, રાયધ્રા, ચિત્રોડી, ભલગામડા, ડુંગરપુર, ચરાડવા કડીયાણા, રણછોડગઢ, સરંભડા પાંડાતીરથ, શિવપુર સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસ્યો

હળવદ : હળવદ તાલુકામાં સાંજના સમય બાદ મમેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બન્યા હોવાના સમાચારો સાંપડી રહ્યા છે. ભારે વરસાદને કારણે રણછોડગઢ ગામમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે તો ચરાડવા ગામે રાજબાઈ માતાના મંદિર પરિસરમાં પાણી ઘુસી હળવદ તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ દે ધનાધન વરસાદ વરસાવતા સરંભડા, સુંદરી ભવાની, માથક, રાયધ્રા, ચિત્રોડી, ભલગામડા, ડુંગરપુર, ચરાડવા કડીયાણા, રણછોડગઢ, સરંભડા પાંડાતીરથ, શિવપુર સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે.

જો કે હળવદ તાલુકાના રાયધ્રા અને રણછોડગઢ ગામમાં વધુ વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને રણછોડગઢમાં તો કેટલા મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે ચરાડવા ગામે પણ રાજબાઈ માતાના મંદિરે પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

(11:35 pm IST)