Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી જિલ્લાના કુલ ૧૭ સ્થળોએ તમામ ધંધાર્થીઓ માટે યોજાયો મેગા રસીકરણ કેમ્પ યોજાયા:લાંબી કતારો લાગી.

સૌથી વધુ મોરબીના ટાઉન હોલ ખાતે ૨ હજાર રસીના ડોઝ નો જથ્થો ફાળવાયો હતો. ધીમી પ્રક્રિયાને કારણે લાંબી કતારો લાગી હતી.

મોરબી : રાજ્ય સરકારે વેપારીઓ સહિત તમામ ધંધાર્થીઓ માટે વેકસીનેશન ફરજિયાત કરાવવાના આદેશો આપતા ગઇકાલે મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા ખાસ ધંધાર્થીઓ માટે ૧૭ જગ્યાએ મેગા રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌથી વધુ મોરબીના ટાઉન હોલ ખાતે ૨ હજાર ડોઝનો જથ્થો ફાળવાયો છે. પણ રજિસ્ટ્રેશનની ધીમી પ્રક્રિયાને કારણે લાંબી કતારો લાગી જોવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં તમામ વેપારીઓ સહિતના ધંધાર્થીઓ માટે ગઇકાલે તંત્ર દ્વારા ૧૭ સ્થળો ઉપર મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી મોરબીમાં જ અલગ અલગ ૧૦ જગ્યાએ મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ એકમાત્ર મોરબી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલા રસીકરણ કેમ્પમાં ૨ હજાર જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. ગઇકાલે સવારથી રસીકરણ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.
ટાઉન હોલ ખાતે લોકોની કતારો એટલી બધી હતી  કે નગરપાલિકાના મુખ્ય ગેઇટથી રોડ ઉપર લોકોની લાઈન જોવા મળી હતી.  આ સ્થિતિ જોતા વેકસીનેશન માટે ધંધાર્થીઓનો અદમ્ય ઉત્સાહ દેખાઈ આવતો હતો. પરંતુ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં થોડી વાર લાગતી હોય લોકોને હાલાકી પડી હતી. જો કે, રજિસ્ટ્રેશન અને વેકસીનેશન માટે ૮-૮ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ રજિસ્ટ્રેશનમાં વાર લાગતી હોય લોકોની ખુબ ભીડ જોવા મળી હતી અને આવી સ્થિતિ મોટાભાગના સ્થળોએ જોવા મળી હતી.

(10:09 pm IST)