Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી સર્કીટ હાઉસ નજીકથી જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડીવીઝન પોલીસે ઝડપ્યા.

મોરબી સર્કીટ હાઉસ નજીકથી જુગાર રમતા પાંચ શખ્સો  ઝડપાયા છે બનાવની મળતી વિગત મુજબ મોરબીના જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તેમજ dysp રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન પી.આઈ. વિરલ પટેલ સુચનાથી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ.મહેન્દ્રદાન ગઢવી તથા ઇકબાલભાઇ સુમરા નાઓની ખાનગી રાહે બાતમી મળતા સર્કીટ હાઉસ સામે ભારતનગર મફતીયાપરા નાલાનજીક શેરીમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા (૧) કેશુગીરી જાલીમગીરી ગોસાઇ (૨) જુમાભાઇ સલેમાનભાઇ ભટી (૩) ચંદુભાઇ સનાભાઇ કગથરા (૪) સુર્યપ્રકાશદાસ આત્માદાસ બાવાજી અને (૫) સંજયભારતી ગુરૂરાજુભારતી રહે.તમામ મોરબી વાળાઓને કુલ રોકડા રૂપિયા ૧૨,૭૩૦ સાથે બધા શખ્સોને ઝડપી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે
આ કામગીરીમાં પી.એસ.આઈ. એલ.એન.વાઢીયા ,એ.એસ.આઇ રવિરાજસિંહ ઝાલા ,પો.કોન્સ મહેન્દ્રદાન ગઢવી ,ઇકબાલભાઇ સુમરા ,કિર્તીસિંહ જાડેજા તેમજ પ્રભાતભાઇ ગોહેલ સહિતના સ્ટાફ કામગીરી બજાવી હતી

(9:46 pm IST)