Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

જામનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર : કાલાવડ પંથકમાં ભારે વરસાદથી તારાજી : છત્તર પાસે પાણીના વહેણમાં જેસીબી ડૂબ્યું : જામજોધપુર તાલુકામાં પણ વરસાદી કહેર

કાલાવડના નવાગામ, બાલંભડી, છતર, અરલા, નપાણીયા ખીજડીયા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદથી ભારે તારાજી

જામનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર છવાઈ છે ત્યારે જિલ્લાના કાલાવડ પંથકમાં 6 ઇંચ  આસપાસ નો વરસાદ ખાબકી ગયો છે આ ઉપરાંત જામજોધપુર તાલુકામાં પણ વરસાદી કહેર વરસાવ્યો છે અને વરસાદથી ગામમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કાલાવડ પંથકના નવાગામ, બાલંભડી, છતર, અરલા, નપાણીયા ખીજડીયા સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે તો છતર ગામે પાણીના વહેણમાં જેસીબી પણ ડૂબ્યું હતું (તસવીરો કિંજલ કારસરીયા જામનગર)

(8:44 pm IST)