Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ ઝડપાયો

ભોગ બનનારના પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી આરોપી ને ઝડપી લીધો

મોરબી પંથકમાં રહેતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને એક ઇસમ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોય અને બાદમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મૂળ એમપીના વતની અને હાલ મોરબી પંથકમાં રહીને મજુરી કરનાર શ્રમિક પરિવારની સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જે બનાવમાં ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની ૧૩ વર્ષ ૧૧ મહિનાની સગીર વયની દીકરીને આરોપી ધર્મેન્દ્ર પુનમસિંગ મેડા( રહે એમપી વાળો શખ્શ ) લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી
ભોગ બનનારના પિતાની ફરિયાદને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા રહે એમપી વાળા ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(11:26 pm IST)