Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

માળિયાના બગસરા ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું જર્જરિત હાલતમાં

શાળાના આચાર્યની રજૂઆતને પગલે મામલતદારે નાયબ કલેકટરને રજૂઆત કરી.

માળિયાના બગસરા ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું અતિ જર્જરિત હાલતમાં અને જોખમી સ્થિતિમાં હોય જે મામલે શાળા આચાર્યે મામલતદારને રજૂઆત કરતા મામલતદારે મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેકટરને રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે
માળિયા શાળાના આચાર્યની રજૂઆતને ધ્યાને લઈને મામલતદાર ડી સી પરમારે નાયબ કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે બગસરા પ્રાથમિક શાળામાં બનાવેલ મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું સાવ જર્જરિત સ્થિતિમાં છે હ્ત પરથી પોપડા પડી ગયેલ છે હાલ મધ્યાહ્ન ભોજનનો રૂમ રસોઈ બનાવવા ઉપયોગમાં લઇ સકાય તેમ નથી જેથી સંચાલક પોતાના ઘરે રસોઈ બનાવી શાળામાં પહોંચાડે છે
શાળામાં મધ્યાહ્ન ભોજન માટે નવો રૂમ બનાવી આપવા અરજી કરવામાં આવી છે અને સ્થિતિ અંગેના ફોટો પણ રજુ કરેલ છે જે જોતા હાલ ચોમાસામાં ત્યાં રસોઈ બનાવી સકાય તેમ નથી અને જર્જરિત હોવાથી બાળકોને પણ નુકશાન થવાની શક્યતા રહેલી છે જેથી શાળામાં મધ્યાહ્ન ભોજન માટે નવું રસોડું બનાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

(10:55 pm IST)