Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ભાવનગરમાં કોરોના 33 કેસ નોંધાયા: લોકોમાં વધતો ફાફડાટ

(વિપુલ હિરાણી )ભાવનગર :ભાવનગરમાં ફરી કોરોનાએ ભરડો લીધો હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 30 કેસ નોંધાયા છે જેમાં ૧૭ નર્સિંગ કોલેજ- હોસ્ટેલના છે. 15 વિદ્યાર્થિની અને બે યુવકો સહિત 17 નર્સિંગ કોલેજના છે. અગાઉ નર્સિંગ કોલેજના 11 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ આવી છે આજના 17 મળી નર્સિંગ કોલેજની નર્સિંગ કોલેજના કુલ 30 કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે.

આજે શહેરના અનેક વિસ્તારોમાં પણ કોરોના ફેલાયો છે. જેમાં ખેડુતવાસ, આનંદ નગર પચાસવારીયા ,તિલકનગર,ઘોઘારોડ ,સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, શહેર ફરતી સડક ,સુભાષનગર , ગણેશનગર ,કાલિયાબીડ વિગેરે વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત ભાવનગર ગ્રામ્યમાં આજે કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. આજના 33 કેસથી હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની  સંખ્યા વધીને 104 એ પહોંચી છે. ભાવનગરમાં રોજ રોજ કોરોના ના કેસો વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(8:57 pm IST)