Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વડાપ્રધાનની જસદણ મુલાકાત સંદર્ભે માળીયા ભાજપ આગેવાનોની મીટીંગ યોજાઈ.

જસદણ ખાતે કે. ડી. પરવાડિયા હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેનાર પીએમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને ઉમટી પડવા હાકલ

મોરબી : જસદણમાં આગામી સમયમાં પીએમની મુલાકાત સંદર્ભે માળીયા તાલુકાના ભાજપના આગેવાનોની મીટીંગ યોજાઈ હતી. જેમાં જસદણ ખાતે કે. ડી. પરવાડિયા હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેનાર પીએમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોને ઉમટી પડવાની હાકલ કરાઈ હતી.
વડાપ્રધાન મોદી રાજકોટના જસદણ ખાતે કે. ડી. પરવાડિયા હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે પધારવાના હોય ત્યારે માળિયા તાલુકામાંથી વધારેમાં વધારે કાર્યકર્તાઓ હાજર રહે એ માટે માળિયા તાલુકા ભાજપના આગેવાનોની મીટીંગ મોરબીના માર્કેટ યાર્ડ ખાતે મગનભાઈ વડાવિયા અને અમુભાઈ વિડજાની આગેવાનીમાં યોજાઈ હતી.

આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડ્સુબિયા, પંચાયત સદસ્ય કેતનભાઇ વિડજા, તાલુકા પંચાયતના ઉપ્રમુખ સવજીભાઈ, મનહરભાઈ બાવરવા, તાલુકા સદસ્ય પ્રવીણભાઈ અવડિયા, કાંતિલાલ દેત્રોજા, ચંદુભાઇ યુવા અગ્રણી ઉમેશભાઈ જાકાસણિયા, નિકુંજ વિડજા, હરેશભાઈ કૈલા, અશોકભાઈ હુંબલ, પ્રજ્ઞેશ ગોઠી, વિજય ગજીયા સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

(10:38 pm IST)