Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સૌરાષ્‍ટ્રની ખ્‍યાતનામ સંસ્‍થા શ્રી શારદાગ્રામ ૧૦૦ વર્ષ પૂર્ણ ભૂતપર્વ વિદ્યાર્થીઓ દ્વારા ર૮-ર૯ એ ‘અમળત મહોત્‍સવ'ની ઉજવણી

૧૯૨૧ માં કરાંચીમાં શરૂ થયેલ શારદાગ્રામ આઝાદી બાદ મનસુખરામ જોબનપુત્રા એ માંગરોળમાં પાયો નાંખ્‍યો

(પરેખ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપઃ  સૌરાષ્‍ટ્રની ખ્‍યાતનામ સંસ્‍થા માંગરોળ સ્‍થિત શ્રી શારદાગ્રામ ર૦ર૧ માં ૧૦૦ વર્ષ પૂર્ણ કરી અમળત મહોત્‍સવની ઉજવણી કરી રહી છે. આગામી તારીખ ર૮ અને ર૯ મે ના રોજ શારદાગ્રામના ૧૦૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા શારદાગ્રામ ખાતે ઉજવણી થશે.

૧૯ર૧માં કરાંચીના એક જાહેર બગીચામાં શ્રી શારદામંદિર શૈક્ષણિક સંસ્‍થાની સ્‍થાપના થઈ. સ્‍થાપક હતા એક સ્‍વપ્‍ન દ્રષ્‍ટા કેળવણીકાર મનસુખરામ જોબનપુત્રા જે ગાંધીજીની વિચારધારા સમર્થક હતા. થોડા સમયમાં શાળા બનાવવા માટે જગ્‍યાની ફાળવણી થઇ અને સંસ્‍થાનો શિલાન્‍યાસ થયો ગાંધીજીના હસ્‍તે. થોડા સમયમાં શારદા મંદિર એક પ્રગતિશીલ શૈક્ષણિક સંસ્‍થા તરીકે વિકસીત થઇ અને વિદ્યાર્થીઓમાં સારા મૂલ્‍યોનું રોપણ કર્યું એટલે હિન્‍દુસ્‍તાનમાં એક સંસ્‍કાર મંદિર તરીકે પ્રખ્‍યાત થઇ ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, નહેરૂજી, અબ્‍દુલ કલામ આઝાદ જેવા નેતાઓ જયારે કરાંચીની મુલાકાત લેતા ત્‍યારે આ જ સંસ્‍થામાં રોકાણ કરતા. સને ૧૯૪૫ માં આ સંસ્‍થાના સિલ્‍વર જયુબેલી સમારોહમાં ડો. રાધા કળષ્‍ણને અસાધારણ કોટીની સંસ્‍થા તરીકે આ સંસ્‍થાનું બહુમાન કર્યું હતું. આઝાદી પછી દેશના ભાગલા પડાયા, શારદામંદિર કરાંચી સ્‍થિત રહોય, મનસુખરામ જોબનપુત્રા (જેને સૌ વિદ્યાર્થીઓ વ્‍હાલથી બાપુજી તરીકે સંબોધન કરે છે) એ પાકિસ્‍તાન છોડવાનો નિર્ણય કર્યો. ત્‍યારે પૂજય ગાંધીજીએ શારદામંદિર જેવી જ સંસ્‍થા ભારતમાં સ્‍થાપવા માટે કહયુ. બાપુજી સૌરાષ્‍ટ્રમાં આવ્‍યા અને સૌરાષ્‍ટ્રની સરકાર પાસે સંસ્‍થા માટે પહેલ નાખી. ત્‍યારે સરકારે તેઓને સૌરાષ્‍ટ્ર ના કાશ્‍મીર અને લીલી નાધેરના નામે જાણીતા માંગરોળ નજીક ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૧૦ વીધાની વિશાળ વાડી અને આજુબાજુનો આશરે ૪૦૦/૫૦૦ વીધા જેટલો જંગલનો વિસ્‍તાર આપ્‍યો અને ૧ એપ્રિલ ૧૯૪૯ માં શ્રી શારદાગ્રામનો પાયો નખાયો જેમાં પૂજય બાપુજીને સહકાર મળ્‍યો મુંબઇ સ્‍થિત વાડીલાલ ચત્રભુજ ગાંધી, કાપડીયા પરિવાર, કંપાણી પરિવાર, શ્રોફ પરિવાર, અને વિરાણી પરિવારનો એક બાજુ ધુધવાતો અરબી સમુદ્ર અને બીજી બાજુ નોળી નદીના વચ્‍ચેની ફળઠ્ઠુપ જમીનમાં એક વિશાળ શૈક્ષણિક સંકુલ બન્‍યુ-શ્રી શારદાગ્રામ.

 એક ઓલમ્‍પિક સાઇઝનું ફૂટબોલ મેદાન, બે હોકીના મેદાન, બે બાસ્‍કેટબોલ મેદાન, વોલીબોલ, ખોખો, કબડી, જીમનાસ્‍ટિક, મલખમ વગેરે દરેક રમતો માટે અલાયદા મુદાનો, ર૦૦ મીટરનો ટ્રેક, અલગ-અલગ ઉંમરના વિદ્યાર્થી ગ્રુપ માટે ત્રણ સ્‍વમીંગ પુલ, ચાર-ચાર છાત્રાવાસ તથા નાની ઉમરના વિદ્યાર્થીઓ માટેની હોસ્‍ટેલ, ચાર માળનો એક આધુનિક હોલ, વિભૂતિ મંદિર એક સાથે ૮૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ જમી શકે તેવા આધુનિક ડાઇનીંગ હોલ, આધુનિક પુસ્‍તકાલય, સંગીત ભવન તથા કલામંદિર એકદમ આધુનિક વિજ્ઞાન પ્રવાહ માટૅની લેબોરેટરીની પણ વ્‍યવસ્‍થા હતી. વિરાણી કુટુંબ દ્રારા દાન આપી ઉભી કરેલી આધુનિક ગૌ શાળા જેમાં ૧૦૦ થી વધારે ગાયોનો ઉછેર કરી તેમનું જ દુધ, દહીં, છાશ વિદ્યાર્થીઓને આપવામાં આવતું. એન્‍વાયરમેન્‍ટ ફ્રેન્‍ડલી શિક્ષકો માટેના આવાસ તથા ચાર દિવાલો વિનાના ક્‍લાસરૂમ આંબાવાડી, દ્રાક્ષ વાડી, જાંબુ ની વાડી તથા નાળીયેરીઓથી પડતી નાળીયેરીઓ. આવા કુદરતી વાતાવરણ તથા એક બગીચામાં જ રહીને ભણવાની મજા જેણે માણી હોય એમને જ ખબર હોય ૬૦/૭૦ વર્ષ પહેલા આવી અવર્ણનીય સુવિધાઓ ઉભી કરવાનું કામ તો ખરેખર મનસુખરામ જોબનપુત્રા જેવા અલૌકિક માણસ જ કરી શકે પોણા પાંચ વાગ્‍યે ઉઠીને આખા દિવસના વિદ્યાર્થીઓને મજા જ આવે તેવા શેડ્‍યુલ, આર્મી સ્‍ટાઇલની કડક શિસ્‍તની વચ્‍ચે રમતગમત, શરીર સૈષ્ઠવ ને પ્રાધાન્‍ય આપતી તે સમયે ભારતની ૧૫ થી ર૦ આધુનીક રેસીડેન્‍સીયલ સ્‍કૂલ સંકુલમાં શારદાગ્રામ ની ગણતરી થતી નાળીયેર (ત્રોફા) કેરી, ચીકુ, દ્રાક્ષ, બદામ, રાવણા, જાંબુ કે આમળા ખાવાની મજા આવેલી તે હજુ પણ શારદાગ્રામ ના કોઈપણ વ્‍દાર્થીને મન પરથી દુર નહી થાય દર વર્ષે જુનાગઢ જીલ્લામાં તથા સમગ્ર ગુજરાતમાં ભણતરમાં શારદાગ્રામ ના વિદ્યાર્થીઓ અવ્‍વલ રહેતા. જયારે રમત ગમતમાં તો શારદાગ્રામ સમગ્ર ગુજરાતમાં સદાય ટોપ પર રહેતુ.

 આ શારદાગ્રામ આજે તેના સો વર્ષ પુરા કરે છે. ત્‍યારે શારદાગ્રામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન દ્રારા તારીખ ર૮ મી તથા ર૯ મી મે ના રોજ સુવર્ણ જયંતિ ઉજવી રહયુ છે. આશરે ૧૦૦૦ થી પણ વધારે જુના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહયા છે. શારદાગ્રામના જુના વિદ્યાર્થીઓ ઉમટી પડી આવો આપણે આપણી જુની યાદોને વાગોળીએ, માણીએ અને ફરીથી એક શારદાગ્રામ ના સ્‍ટ્રોંગ બોન્‍ડીંગ ને કાયમ રાખીએ. સૌને ર૮ મી મે ના રોજ બપોર પછી આ સુવર્ણ અવસરમાં ભાગીદાર થવા શારદાગ્રામ પહોંચી જવા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નટુભાઇ ગોલ મો. ૯૮રપ૩ ૩રર૦ર એ યાદીમાં જણાવ્‍યું છે.

(1:45 pm IST)