Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જામનગરમાં જમીન પચાવી પાડતા શખ્‍સ સામે લેન્‍ડગ્રેબીંગનો ગુનો

(મુકુદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: પંચ એ પોલીસ સ્‍ટેશનમાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા, ઉ.વ.પ૯, રે. હાથી કોલોની શેરી નં.૧, સુમેર કલબ રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૪-ર૦ર૦ ના વીરપર ગામે ફરીયાદી રામજીભાઈની માલીકી ની જમીન આવેલ છે. જેના રેવન્‍યુ સર્વે નં. ર૯/પૈકી-૩(નવા રેવન્‍યુ સર્વે નં.૧૩ર) વાળી ખેતીની જમીન હે.આ.રે.૧-ર૯-૭૦ (આઠ વિઘા) વાળી ખેતીની જમીનમાં આરોપી રસીકભાઈ ખીમજીભાઈ ઉર્ફે ખીમાભાઈ ઘાડીયા, રે. જામનગરવાળો છેલ્લા અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્‍જો કરી જમીન પચાવી પાડેલ હોય ફરીયાદી રામજીભાઈએ આરોપી રસીકભાઈને જમની ખાલી કરવા કહેતા આરોપીએ જમીન ખાલી નહીં થાય અને ફરી કયારેય જમીને આવતા નહી અમે કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને સદર જમીનમાં ગેરકાયદેસર કબ્‍જો ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદી રામજીભાઈએ પ્રથમ તા.૧૬-૬-ર૦ર૧ ના રોજ આરોપી રસીકભાઈ સામે લેન્‍ડ ગ્રેબીગ એકટ હેઠળની કાર્યવાહી કરવા અર્થે જિલ્લા કલેકટરશ્રીને અરજી કરેલ હતી જે અન્‍વયે આરોપી રસીકભાઈને જમીનનો કબ્‍જો એમ મહિનામાં ખાલી કરી આપશે તે મુજબ લેખીત બાહેંધરી આપેલ હતી પરંતુ ત્‍યારબાદ આશરે પાંચેક મહિના વીતી જવા છતા કબ્‍જો ખાલી કરેલ ન હોય અને ગેરકાયદેસર કબ્‍જો ચાલુ રાખતા ફરીયાદી રામજીભાઈએ તા.૧૪-૧૧-ર૦ર૧ ના રોજ ફરી આરોપી રસીકભાઈ સામે લેન્‍ડ ગ્રેબીંગ એટક હેઠળ ગુનો નોંધી ફરીયાદ દાખલ કરી આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 દારૂની ૧૪ બોટલ સાથે મહિલા ઝડપાય

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાધાબેન હરદાસભાઈ ગોજીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-પ-ર૦રરના ગોકુલનગર રડાર રોડ, માધવ ડેરીવાળી ગલીના છેડે આરોપી મનીષાબેન દિનેશભાઈ રાઠોડ, રે. જામનગરવાળાએ પોતાના કબ્‍જાના મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૪, કિંમત રૂ.૭૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

રનફેર નામનો જુગાર રમતો ઝડપાયો : એક ફરાર

સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સંજયભાઈ ડાયાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-પ-ર૦રરના ગુલાબનગર મેઈન રોડ, કિશન ટે્રડર્સ પાસે, જામનગરમાં આરોપી મુકેશ દેવજીભાઈ ગોહિલ એ પોતાના મોબાઈલ માં ભારત દેશમાં ચાલતા આઈ.પી.એલ. કિં્રકેટ ટુનામેન્‍ટ ર૦-ર૦ ની ગુજરાત ટાઈટન્‍સ વિ. રાજસ્‍થાન રોયલ વચ્‍ચેની મેચનું લાઈવ પ્રસારણ નિહાળી પોતાના મોબાઈલ દ્વારા મેચની હારજીતની તથા રનફેરના સોદાઓ આરોપી પોતાના અન્‍ય મોબાઈલ દ્વારા મેચની હારજીત તથા રનફેરના સોદાઓ કરી રોકડા રૂ.૧,ર૦૦/-  તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.૩,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. રનફેરના સોદા કરનાર આરોપી વાળાની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી વૃઘ્‍ધનું મોત

ધનબાઈના ડેલો ચારણફળી, જામનગરમાં રહેતા ધર્મેન્‍દ્રભાઈ કિરીટભાઈ ચૌહાણ, ઉ.વ.ર૭, એ સીટી ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર-પ-ર૦રરના મરણજનાર કિરીટભાઈ દેશળભાઈ ચૌહાણ, ઉ.વ.૬૪, રે. ધનબાઈનો ડેલો, ચારણફળી, જામનગરવાળા ને ઘણા વર્ષોથી ડાયાબીટીશની બિમારી હોય એકાદ માસ પહેલા સુગર લો થઈ જતા પેરાલીસીસનો હુમલો આવેલ હોય જેની સારવાર લીધેલ બાદ રજા આપેલ બાદ મરણજનાર કિરીટભાઈ પોતાના ઘરે હોય જયાં તબીયત બગડતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં લઈ જતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

સુરત જિલ્લાના મહુવા ગામે રહેતા ગણપતભાઈ ભીમાભાઈ પટેલ એ પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૧-પ-ર૦રરના જાહેર કરનાર ગણપતભાઈને શૈલેષભાઈનો ફોન આવેલ કે તમારી દિકરી મરણજનાર લતાબેન શૈલેષભાઈ ભેસદડીયા, ઉ.વ.૪પ, રે. મોટીબાણુગાર ગામવાળા એ દવા પી લીધેલ છે અહીં હાલ અત્‍યારે તે જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવારમાં છે. અને હાલ તેની તબીયત સારી છે અને જાહેરકરનાર ગણપતભાઈને ફરીથી જાણ કરેલ કે તમારી દિકરી મરણ ગયેલ છે અને તમો અહીં જામનગર ખાતે આવી જાવ જેથી આગળની કાર્યવાહી થઈ શકે જેથી જાહેરકરનાર ગણપતભાઈ જામનગર ખાતે આવેલ અને તેણે કોઈ શંકા વહેમ છે નહી અને અમારે કોઈ પોલીસ કાર્યવાહી કરવી નથી તેવું જાહેર કરેલ છે.

(1:37 pm IST)