Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગિર નેશનલ પાર્કની મુલાકાત લેતા કેન્‍દ્રીય વન મંત્રી

એશિયાટીક સિંહની સંખ્‍યામાં ૩૦ ટકા વૃધ્‍ધી થઇ છેઃ ભુપેન્‍દ્ર યાદવ

જૂનાગઢ, તા.૨૫: એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્‍થાન ગિર નેશનલ પાર્કની કેન્‍દ્રીય વન પર્યાવરણ મંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ યાદવે મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે માલધારીઓ,ખેડૂતો, હોટલ માલીકો, સ્‍થાનિક લોકો સાથે સિંહ, ગિરનું જંગલ અને સ્‍થાનિક પ્રશ્નો અંગે વનવિભાગના અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજી હતી. આ અવસરે કેન્‍દ્રીય વન મંત્રીશ્રી સાથે રાજયના વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, વન- પર્યાવરણ અને ઉદ્યોગ રાજયમંત્રીશ્રી જગદીશ પંચાલ, રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેટ અફેર્સના ડાયરેકટરને વન્‍યજીવ પ્રેમી રાજય સભાના સાંસદશ્રી પરિમલ નથવાણી સાસણ ખાતે કમલેશ્વર ડેમ અને ડેડકળી વિસ્‍તારમાં કુદરતના ખોળે વિહરતા વનરાજોને નિહાળ્‍યા હતા.

ગિરનું નામ નેચરલ  કન્‍ઝર્વેશનમાં આંતરરાષ્ટ્રીય સ્‍તરે જાણીતું છે. ત્‍યારે વનવિભાગે સ્‍થાનિક લોકોની ક્ષમતા નિર્માણની પ્રશંસનીય કામગીરી કરી છે. સાસણમાં સ્‍થાનિક સ્‍તરે પણ પાણીની વ્‍યવસ્‍થા, શાળાઓ,ટુરીસ્‍ટ ગાઈડ  બહેનોની ક્ષમતા નિર્માણ હોય કે,ઈન હાઉસ ઇન્‍સ્‍ટિટયૂટની તાલીમ, પ્રોજેક્‍ટ મોનિટરિંગ હોય કે સરકારશ્રીની વિવિધ કાર્યરત યોજનાઓનું અમલીકરણ  સહિતની કામગીરીની સાથે સાથે સિંહની સંખ્‍યામાં ૩૦ ટકાનો વધારો થયો છે જે ગર્વની બાબત છે.

કેન્‍દ્રીય વનમંત્રી શ્રી એ વધુમાં જણાવ્‍યું હતું કે,માલધારી લોકો, હોટલ વ્‍યવસાયકારો, સીદી સમાજ એમ સૌને સાથે રાખી ગીર નો વિકાસ વધુ સારી રીતે કરી શકાય એ પ્રકારે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે, ગીરમાં સિંહની સાથે સાથે ભૌગોલિક વિસ્‍તાર, પક્ષીઓ, કુદરતી પાણીના સ્ત્રોતો જીવજંતુ સહિતના સમગ્ર લક્ષી બાબતે  આગામી સમયમાં કામ કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્‍દ્રીય વનમંત્રીશ્રીના હસ્‍તે ૩ ઇકો ડેવલપમેન્‍ટ કમીટીને ચેક વિતરણ કરવામાં આવ્‍યા હતાં. જેમાં ઇકો ડેવલપમેન્‍ટ કમીટી અમૃતવેલને પીવાના પાણી,ᅠસોલારરૂફ ટોપ માટે રૂ.૯ લાખ ૯૦ હજાર,સાસણના સર્વોદય વિદ્યાલયને મોર્ડન ક્‍લાસરૂમ માટે રૂ.૧૮ લાખ,‘માલધારી ખડા નેશમાં પીવાના પાણી,મકાનમાં પતરા વિતરણ માટે રૂ.૪ લાખ ૩૪ હજારના ચેક વિતરણ કરવામાં આવ્‍યાં હતાં.

આ તકે કેન્‍દ્રીય વનમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ યાદવનું માલધારી સમાજના આગેવાન, જૂનાગઢ મહાનગરપાલિકા,સ્‍થાનિક ખેડૂત આગેવાનો,જીપ્‍સી - ગાઇડ એસોસીએશન, હોટેલ એસસીએશને સન્‍માન અને અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે રાજયના વન ને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્‍યું હતું કે સાસણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વભરમાં જાણીતું છે. સાસણની આ જાળવણી સ્‍થાનિક લોકો અને  વનવિભાગ થી થાય છે.

આ તકે રાજય  વન- પર્યાવરણ અને ઉધોગ રાજયમંત્રીશ્રી જગદીશભાઇ પંચાલે જણાવ્‍યુ હતું કે, સરકારનો પ્રયાસ છેવાડાના માનવી સુધી પહોચવાનો છે. મંત્રીશ્રીએ આ તકે સ્‍થાનિક સંસ્‍થા-સમાજના અગ્રણીઓ પાસેથી પ્રશ્નો-સમસ્‍યા રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે હકારાત્‍મક નિવારણ આવશે એમ જણાવ્‍યું હતું.

કેન્‍દ્રીય વન પર્યાવરણ મંત્રીશ્રીની  આ મુલાકાતમાં રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ કોર્પોરેટ અફેર્સના ડાયરેકટરને વન્‍યજીવ પ્રેમી રાજય સભાના સાંસદશ્રી પરિમલભાઇ નથવાણી, ધારાસભ્‍ય શ્રી જવાહરભાઇ ચાવડા, જૂનાગઢ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ગીસ ડાયરેક્‍ટર જનરલ ઓફ ફોરેસ્‍ટ એન્‍ડ સ્‍પેશીયલ સેક્રેટરીશ્રી ચંદ્રપ્રકાશ ગોયલ,અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્‍ટ ફોર્સશ્રી એમ.એ.શર્મા, એડીશનલ ડાયરેક્‍ટર જનરલ શ્રી એસ.પી.યાદવ,ᅠઅગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી અને ચીફ વાઇલ્‍ડ લાઇફ વોર્ડનશ્રી શ્‍યામલ ટીકાદાર,ᅠમેમ્‍બર સેક્રેટરી,ᅠસેન્‍ટ્રલ ઝુ ઓથોરીટીશ્રી સંજયકુમાર શુક્‍લા,ᅠઅગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી અને મેનેજીંગ ડાયરેકટર એસ.કે. ચતુર્વેદી,ᅠઅધિક અગ્ર મુખ્‍ય સંરક્ષકશ્રી નાણાકીય વ્‍યવસ્‍થા અને આયોજનશ્રી નીત્‍યાનંદ શ્રીવાસ્‍તવ,ᅠઅધિક અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી જેઆઇસીએ એન.એસ યાદવ,ᅠડીઆઇજી રીજીયોનલ ઓફિસરશ્રી શ્રવણ કુમાર શર્મા,ᅠડીઆઇજી વાઇલ્‍ડ લાઇફ શ્રી રાકેશ કુમાર જગેનીયા,ᅠગુજરાત પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ ગાંધીનગરના ચેરમેનશ્રી આર.બી. બારડ,ᅠજૂનાગઢ વન્‍ય પ્રાણી વર્તુળ મુખ્‍ય વન સંરક્ષક શ્રી આરાધના શાહુ,ᅠ તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(1:34 pm IST)