Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

રાજ્‍યમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓનું મોટા પ્રમાણમાં આર્થિક શોષણ

લાઠી બાબરાના ધારાસભ્‍યના રાજ્‍ય સરકાર સામે પ્રહારો

  સાવરકુંડલા,તા.૨૫ : રાજ્‍યમાં તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માં વર્ગ ૩ અને વર્ગ ૪ માં લગભગ આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે પણ અહીં રાજ્‍ય સરકારની ખુલ્લી આંખે આઉટસોર્સ એજન્‍સી કર્મચારીઓનું આર્થિક શોષણ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહી છે પણ રાજ્‍ય સરકાર કે જિલ્લા  વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓના હિતમાં ચું કે ચાં શા માટે નથી કરવામાં આવતું તેવા સવાલો લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવ્‍યા હતા

 વધુમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્‍યું હતું કે રાજ્‍ય સરકાર દ્વારા આઉટર્સોસિંગ એજન્‍સીને કર્મચારી દીઠ રૂ ૨૦૭૪૮ ચુકવવામાં આવે છે તેમ વિધાનસભા માં પ્રશ્‍નોત્તરી માં લેખિત જવાબ આપ્‍યો જ્‍યારે હકીકત તેનાથી વિપરિત જોવા મળી રહી છે કારણકે તે અનુસંધાને જિલ્લા સંકલનમાં પ્રશ્‍ન ઊભો કરતા જિલ્લા વાઇઝ પણ અલગ અલગ ચુકવણી થઇ રહીછે                   કર્મચારીઓના બેન્‍ક ખાતામાં રૂ ૧૩૦૭૧ જમા થાય છે તેમાં પણ રૂ ૪૦૦૦ રોકડા પરત લે છે તેમ સંકલન ફરિયાદ સમિતિ માં અધિકારીઓ એ સ્‍વીકાર કર્યો તો ઉપરની રકમ કોણ ગલી જાય છે તેવો સવાલ અહીં થાય કર્મચારીઓનું આર્થિક શોષણ થાય છે તે કર્મચારીઓને પણ ખબર પડે છે પણ કારમી બેરોજગારીમાં નોકરી જવાની બીકે કર્મચારીઓ એજેન્‍સી સામે વાંધો કે વિરોધ કરી શકતા નથી.

  રાજ્‍યમાં દરેક વિભાગમાં મુકવામાં આવેલ આઉટ સોર્સ એજેન્‍સીની પૂરતી ખરાય કરવામાં આવે અને કર્મચારીઓને પૂરતો પગાર કરવામાં આવે કારણ કે અહીં કેન્‍દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુતમ વેતન પણ પૂરતું ચુકવવામાં આવતું નથી આઉટસોર્સમાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓ ને  રાજ્‍ય સરકાર દ્વારા નોકરીનું રક્ષણ આપી ભ્રષ્ટ આઉટસોર્સ એજન્‍સી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે જો મહિને ૧૦૦ કરોડની રકમની આસપાસ ભ્રષ્ટાચાર કરતી આવી એજન્‍સીઓ હિસાબ કરીએ તો વર્ષે ૧૨૦૦ કરોડથી વધુની રકમ નું ચુનો રાજ્‍ય સરકારની તિજોરીને લાગી રહ્યો છે માટે રાજ્‍ય સરકાર ને જિલ્લા વહીવટી તંત્ર જાગે અને કર્મચારીઓનું આર્થિક શોષણ  અટકાવે તેવી માંગ લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરવામાં આવી છે.

(1:24 pm IST)