Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ઉનાના રાજુભાઇ મજીઠીયાનીપ્રેરણારૂપ પ્રમાણિકતા

ઉના તા.૨૫: સરકારી શાળામાં નોકરી કરતા જયદીપસિંહ બાબરીયાએ ઉના નગરપાલિક ભવન પાસે રૂા.૫૦૦ના છુટા આપવા પાકીટ ખિસ્‍સામાંથી કાઢી ખિસ્‍સામાં પાછુ નાખવા જતા પડી ગયુ હતું. ઘરે તપાસ કરતા પાકીટ ખોવાયું હતું. જેમા રૂા.૪૦૦૦ રોકડા ર એટીએમ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, અને અગત્‍યના કાગળીયા હતા.

ખોવાયેલ પાકીટને ફરી શોધવા છતા ન મળતા આશા મુકી દીધી હતી પરૈંતુ કળિયુગમાં પણ પ્રમાણીકતાનો દિપ પ્રજવલીત થતા આ પાકીટ ઉનાના યુવાન રાજુભાઇ ચનાભાઇ મજીઠીયા ઉના વાળાને મળતા તેમણે તેમના મિત્ર મનીષભાઇ જોગીને પરત કરતા પાકીટમાં ફોટો જોઇ વ્‍યકિતની ઓળખ મેળવી પાકીટ જયદિપસિંહ બાબરીયાનું જાણ થતાં તેમને બોલાવી ખરાઇ કરતાં પ્રમાણીકતાનું ઉદાહરણ પુરરૂ પાડી અન્‍ય યુવાનોને પ્રેરણા આપી હતી.રાજુભાઇ ચનાભાઇ મજીઠીયાને અભિનંદન મળી રહ્યાં છે.

(1:03 pm IST)