Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જામજોધપુરમાં સ્‍વ.કાકુભાઈ સવજાણીને સંતો- આગેવાનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

જામજોધપુરઃ જામજોધપુરના વિવિધ સંસ્‍થાના દાતાશ્રી સ્‍વ.કાકુભાઈ મનજીભાઈ સવજાણી (હાલ મુંબઈ) ( ઉ.વ.૯૮ ) નું તા.૧૬-૫-૨૦૨૨ને સોમવારના રોજ દુઃખ અવસાન થયું હતું તેઓ જામજોધપુર હોસ્‍પિટલ, સ્‍વામિનારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ, ગૌસેવા સદન પાંજરાપોળ,લોહાણા મહાજન વાડી , જામજોધપુર તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજની વાડી, ગઢવી સમાજની વાડી છાત્રાલય માંટે ભુમીદાન, ગાયત્રી મંદિર સત્‍સંગ હોલ, જલારામ મંદિર ,હવેલી સહીત અનેક સામાજિક , શૈક્ષણીક, ધાર્મિક સંસ્‍થામાં અનેરૂં યોગદાન આપ્‍યું છે. એમ જ તાલુકા જીલ્લાની અનેક સેવા ભાવી સંસ્‍થામાં ખુબમોટુ યોગદાન આપી સૌરાષ્‍ટ્રના ભામાસા તરીકેની નામના મેળવી હતી તેઓનું દુઃખ અવસાન થતાં ગાયત્રી મંદિર સત્‍સંગ હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિરના કોઠારી શાષાી પૂ. રાધારમણસ્‍વામી, રાજકોટ મંદિરના પૂજારી સ્‍વામી ભક્‍તવત્‍સલ સ્‍વામી, દ્વારકાથી શાષાી સ્‍વામી શ્રી જયેન્‍દ્રપ્રકાશદાસજી, જામજોધપુર સ્‍વામિનારાયણ મંદીરના કોઠારી શ્રી જગતપ્રસાદ દાસજી, રાજ્‍યના પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્‍દ્રભાઈ કડીવાર, ચેતનભાઈ કડીવાર, જિલ્લા મંત્રી કૌશિકભાઈ રાબડીયા, પૂર્વ ધારાસભ્‍ય મોહનભાઈ વાછાણી,માર્કેટિંગ યાર્ડ પૂર્વ ઉપપ્રમુખ સી.એમ. વાછાણી , શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા,વાસમો ડાયરેક્‍ટર અમુભાઈ તથા પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંટ  , જલારામ મંદિર ટ્રસ્‍ટના અગ્રણીઓ, કડવા પાટીદાર સમાજ , બ્રહ્મ સમાજ, ગઢવી સમાજ, દશનામ ગોસ્‍વામી સમાજ, ક્ષત્રીય સમાજ, સોની સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્‍થાઓના આગેવાનો તથા વેપારી અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા. અને સ્‍વ. કાકુભાઈ સવજાણીને પુષ્‍પાંજલી અર્પણ કરી હતી

(12:55 pm IST)