Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

તળાજા પંથકમાં કાળચક્ર ફરી વળ્‍યું: ચારના મોત

વાહન અકસ્‍માતમાં બે, ભાવનગરના યુવાનની લાશ : શેત્રુંજી નદીમાંથી મળી, કઠવાના યુવકે ગળેફાંસો ખાધો

ભાવનગર, તા.૨૫: ભાવનગરના તળાજા પંથકમાં કાળચક્ર ફરી વળ્‍યું હતું.દિવસ ઉગતાની સાથે અમોતના સમાચારનો ચાલુ થયેલ સિલસિલો બપોર સુધીમા અલગ અલગ કારણોસર ચાર વ્‍યકિતના અમોત થયાની વાતે અરેરાટી ફેલાવી દીધી હતી.

સૂર્યના કિરણો પડતાની સાથે શેત્રુંજી નદીના પાણી મા એક માનવ લાશ તરતી હોવાની વાતના પગલે હેડ.કો આર.ડી.પરમાર અને પાલિકાના કર્મી લાલાભાઈ સરવૈયા સ્‍થળ પર પહોંચી લાશને બહાર કાઢી ભાવનગર ફોરેન્‍સિક લેબમાં પી.એમ માટે મોકલી આપી હતી. યુવક અજાણ્‍યો હોય બોડી અને પહેરેલ વષાોના વર્ણન ના આધારે ઓળખ કરવાના પ્રયાસના ભાગ રૂપે યુવક ભાવનગરના રુવાપરી રોડ પર આવેલ મ્‍યુનીકવાર્ટર ખાતે રહેતા અરબાઝ રફીકભાઈ પઠાણ ઉ.વ.૨૨ હોવાની ઓળખ થઈ હતી.પોલિસના જણાવ્‍યા મુજબ ગત રવિવારે ઘરેથી બપોરે નીકળ્‍યા બાદ  શેત્રુંજી નદીના પાણીમાંથી લાશ તરતી મળી હતી. અંદાજે બે દિવસથી બોડી પાણીમાં હોય સડીજતા જીવાત અને અતિશય દુર્ગધ ફેલાતી હતી. મળતક તળાજાના ઇકબાલભાઈનો ભાણેજ થાય છે.

પીથલપુર આમળા વચ્‍ચે બાઈક અને છકડા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો.જેમા મૂળ ઝાંઝમેર અને હાલ ભાવનગર રહેતા બાઈક સવાર ગિરીશભાઈ સવજીભાઈ ચૌહાણ ઉ.વ.૪૫ અને શ્રમિક કમુબેન ભુપતભાઇ મકવાણા ઉ.વ ૪૫નું ગંભીર ઇજાઓના પગલે મૃત્‍યુ થયેલ.ખુશીબેન ગીરીશભાઈ ઉ.વ.૧૫ ને ગંભીર ઇજાઓ થવા પામેલ. પિતા પુત્રી બાઈક પર કરના કામે આવી રહ્યા હતા. છકડામાં બેસેલ અન્‍ય પાંચેક જેટલા શ્રમિકોને નાની મોટી ઇજાઓ સાથે તળાજા સદવિચાર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં સમાજના આગેવાનો મુકેશભાઈ બારૈયા(શિક્ષક), ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઇ ઢાપા,નારણભાઇ બાંભણીયા, સહિતના સેવાર્થે દોડી આવ્‍યા હતા.

ચોથા અપમળત્‍યુના બનાવમા કઠવા ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ ઉ.વા આ.૨૪ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.જેને લઈ મૃતકની પાંચ માસની દીકરી એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

(12:51 pm IST)