Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

શ્રીકૃષ્‍ણ ભગવાન એ પરમતત્‍વ છેઃ પૂ. રમેશભાઇ ઓઝા

ગોંડલના રીબડામાં મહિપતસિંહ જાડેજા પરિવાર આયોજીત શ્રીમદ્‌્‌ ભગવાન કથામાં ઉમટતા ભાવિકો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. રીબડા ખાતે શ્રી મહિરાજ બજરંગબલી ટ્રસ્‍ટ શ્રી મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા પરિવાર દ્વારા તા. ર૦ મીથી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત કથા મહોત્‍સવ ચાલી રહ્યો છે.

જેમાં ગઇકાલે પાંચમાં દિવસે જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત શ્રી ઇન્‍દ્રભારતીબાપુ તોરણીયા નકલંક ધામના મહંત પૂ. રાજેન્‍દ્રદાસબાપુ તથા કથાકાર શ્રી જીજ્ઞેશદાદા (રાધેરાધે) ઉપસ્‍થિત રહ્યા જેનુ અનિરૂધ્‍ધસિંહ જાડેજાએ સાલ ઓઢાડી મોમેન્‍ટો આપી ભાવભર્યુ સન્‍માન કર્યુ હતું. પૂ. ભાઇશ્રીએ શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા જણાવ્‍યું હતું કે પાણાને ઠોકર મારો તો આપણને ઠોકર વાગે માણસનું અપમાન કરો તો એને દિલમાં દુઃખ લાગે માટે સૌ સાથે લાગણી હોવી જોઇએ ભકિતમાં માંગણી નહોય લાગણીનો વિષય છે. દુઃખથી બચવા માટે ભગવાનની ભકિત કરો જે  જ્ઞાની છે એ ભગવાનને જ ભજશે પ્રેમ હોય તો સમજણ મળે મહેફીલ બાકી પ હજારની ભીડમાં પ્રેમ મૌન હોય છે પ્રેમ છૂપાવોના છુપે આનંદ છે  પ્રગટ થાય છે બને ત્‍યાં સુધી જાગૃત થવા શીખ આપી હતી.

પૂ. ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે કૃષ્‍ણ એ પરમતત્‍વ છે તેને સ્‍વીકાર કરે તે જીવ તરી જાય છે.

પૂ. ભાઇશ્રી એ વધુમાં જણાવેલ કે કન્‍યા માટે તેના વિવાહ જ સન્‍યાસ ત્‍યાગ છે અભ્‍યાસનો સહજ અર્થ સમજાવતા કહ્યું કે સન્‍યાસ મતલબ સંસારનો ત્‍યાગ કરવો તેને સન્‍યાસ કહેવામાં આવે છે. નારી માટે તેના વિવાહ જ એક પ્રકારનો સન્‍યાસ ત્‍યાગ છે જન્‍મ આપનારી માતા-પિતાના ભાઇ-બહેન અને બચપણ જયા વિત્‍યુ તે એકાએક છોડી અજાણ્‍યા પ્રદેશમાં અજાણ્‍યા લોકોને પોતીકા કરવાની લાંબી યાત્રા વાસ્‍તવમાં બહુ મોટો ત્‍યાગ છે. જેમ એક નદી તેના પિતા પર્વત પાસેથી નીકળી ઉછળતી કુદતી કેટલાય ને હરીયાળી તૃષા છુપાવી અંતે સાગરમાં સમાઇ જાય છે તેવી યાત્રા કોઇપણ કન્‍યાની હોઇ છે.

કન્‍યાઓની ગુરૂ તેની માં હોય છે અને પુત્રના ગુરૂ તરીકે પિતા એકકોર બની તેના સંવર્ધનની જવાબદારી ઉપાડેતો આજના સમયનમાં઼ સહનશીલતાના અભાવે તુટતા ઘરો નવા રાણગાર સજી એકનવીન ઉર્જા ભરી દેશે આવું ઘરે ઘર થાય તે માટેની આ કથા હોવાનું પૂ. ભાઇશ્રી એ જણાવેલ ગઇકાલે કથામાં ગોવર્ધન પૂજાના પ્રસંગની ઉજવણી કરાય હતી આજે રૂક્ષમણી વિવાહ યોજાશે અને આવતીકાલે તા. ર૬ ને ગુરૂવારના રોજ કથા વિરામ લેશે. આ કથા દરમ્‍યાન શ્રોતાઓ માટે બેઠક અને ભોજન પ્રસાદની સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી શ્રી અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ (સતુભા) જાડેજા ખડેપગે જોવા મળી રહ્યા હતા. ઉપરોકત તસ્‍વીરમાં કથા શ્રવણ કરાવતા પૂ.ભાઇશ્રી તથા ઇન્‍દ્રભારતીબાપુ રાજેન્‍દ્રદાસ બાપુ જીજ્ઞેશ દાદાનું સન્‍માન કરતા અનિરૂધ્‍ધસિંહ જાડેજા.

(12:43 pm IST)