Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબી રફાળેશ્‍વરમાં જુગારના દરોડોઃ સાત પતાપ્રેમી પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૫:  મોરબી અને રફાળેશ્‍વરમાં પોલીસે જુગારના દરોડો પાડી સાત પતા પ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં મોરબીના કુળદેવી પાન પાછળ જાહેરમાં જુગાર રમતા પ્રવીણ બેચરભાઇ પંચાલા અને રાકેશ ભુપતભાઇ સકેરાને રોકડ રકમ રૂા.૮૦૦ સાથે મોરબી બી ડીવીઝન પોલસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યાવહી હાથ ધરી છે.

બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેસ્‍વર ગામે આંબેડકર હોલ પાસે જાહેરમાં જુગાર રમતા ડાયા કાનજીભાઈ સોલંકી, કાળુ લક્ષ્મણભાઈ મકવાણા, જયુભા દેવીદાનભા દેવસુર, ગણેશ રણછોડભાઈ ઝાપડા અને દિનેશ રૂપાભાઇ વાઘેલાને રોકડ રકમ રૂ.૨૦૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:37 pm IST)