Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબીના છેવાડાના વિસ્‍તારમાં રોડનું કામ પૂર્ણ કરવા માંગ

સામાજીક કાર્યકર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

(પ્રવિણ વ્‍યાસ) મોરબી તા.૨૫: શહેરના છેવાડા વિસ્‍તારમાં નવા રોડનું કામ શરૂ થયું છે. પરંતુ તે હાલ બંધ સ્‍થિતિમાં છે. તે કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા અંગેની પ્રજા માંગ ઉઠી છે.

સામાજીક કાર્યકર અબ્‍દુલ બુખારીએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે શનાળા બાયપાસ પાસે વોર્ડ નં.૧૧ માં

આવેલ લાયન્‍સનગર, ગોકુલનગર મેઇન રોડ પર નવો રોડ બનાવવા માટે ગોકુલનગર મેઇન રોડ પર નવો રોડ બનાવવા માટે એક સાઇડ ખોદી નાખી છે. પરંતુ હાલ કામગીરી બંધ છે. ચોમાસા પૂર્વે આ રોડનું કામકાજ પૂર્ણ ન થાય તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જેથી તાત્‍કાલિક ધોરણે કામ પૂર્ણ કરવા અંગેની માંગ ઉઠી છે.

(12:33 pm IST)