Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

નવાગામમાં ૯ માસની બાળાને મારી નાખી માતાએ ફાંસો ખાઇ લીધો

થાન પંથકનો હૃદયકંપી કિસ્‍સો : પતિ દૂધ ભરવા ગયો'તો : અલગ રહેવાની જીદમાં - ઘરકંકાસમાં બનેલી કરૂણ ઘટના : પુત્રી નિહારીકાને ગળે દોરી બાંધી લટકાવી દીધા બાદ હાડોહાડ લાગી આવતા ભાવુબેને પણ આપઘાત કરી લીધો : તળપદા કોળી પરિવારમાં અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્‍તારમાં ખુદ માતાએ પોતાની પુત્રીની હત્‍યા કરી અને ત્‍યારબાદ ગળેફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી છે માતા જ પુત્રીની હત્‍યારી બની છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્‍થળે દોડી ગયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા ઘણા સમયથી પતિ-પત્‍ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા અને પતિથી અલગ ન થતાં સૌપ્રથમ વખત માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સુતરની દોરી સાથે લટકાવી અને મોતને ઘાટ ઉતારી છે ત્‍યાર બાદ માતાને આ મામલો લાગી આવતા માતાએ પણ પોતાના ઘરમાં જ આત્‍મહત્‍યા કરી લીધી છે.

આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી ત.કોળી રહે.નવાગામ બંધપરા વિસ્‍તાર તા.થાનગઢવાળા પોતાના સાસુ સસરા પતિ તથા દિકરી નિહારીકા ઉ.વ.૯ માસવાળી સાથે સંયુક્‍ત પરીવારમાં રહેતા હોય અને તેમના સાસુ સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માંગતા હોય અને તેમના પતિ સૌથી નાના દિકરા હોય જેથી તેઓને અવાર નવાર સમજાવવા છતા માનતા ન હોય અને અલગ રહેવાની જીદ કરતા હોય જેથી આરોપી ભાવુબેનને લાગી આવતાતેમના પતિ દુધ ભરવા માટે ગયેલ હોય ત્‍યારે આરોપી પત્‍નિ ભાવુબેનનાઓ તેમની દિકરી નિહારિકાબેન ઉં.વ.૦૯ માસવાળીને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવેલ હોય અને પોતે પણ દોરીથી એ જ રૂમમાં પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ આપઘાત મામલે તપાસ હાથ ધરવા માં આવી છે.

આ મામલાની જાણકારી પરિવારજનોને થતા પરિવારજનો તાત્‍કાલિક ધોરણે નવ મહિનાની બાળકીને પોતાની માતા પાસેથી આચકી લઈ અને ત્‍યારબાદ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવતા ડોક્‍ટરની ટીમ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે.

૯ મહિનાની નિહારિકાની હત્‍યા બાદ માતાને હાડોહાડ લાગી આવતા રૂમમાં જ ગળે ફાંસો ખાઈ અને તેમણે પણ આત્‍મહત્‍યા કરી લીધી છે માતા-પુત્રી બંનેના મોત નીપજયા છે.

થાનના નવા ગામમાં માતાના હાથે પુત્રીની હત્‍યા થઈ ચૂકી છે તેના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્‍યો છે ઘર કંકાસ અને ઘરથી જુદા રહેવાના મામલે માતાએ જ પુત્રીની હત્‍યા કર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી છે ત્‍યારે આ સમગ્ર ઘટનાના બની હોવાના કારણે સમગ્ર ગુજરાતમાં પડઘા પડયા છે ફૂલ જેવી નવ મહિનાની નિહારિકાની ઘરના ઝઘડા ના કારણે ભોગ લેવામાં આવ્‍યો છે. ત્‍યારે પરિવારજનો એ પણ પોતાના પરિવારના સભ્‍યો ખોયા હોવાના કારણે પરિવાર પણ હાલમાં તૂટી ચૂક્‍યો છે અને શોકમગ્ન બન્‍યો છે કારણ કે સામાન્‍ય બાબતે ના ઘરકંકાસમાં આટલું મોટું પગલું ભરવું કેટલું યોગ્‍ય ગણાય તે પણ એક સવાલ ઊભો કરી રહ્યો છે પરંતુ માતાએ પોતાના પુત્રીની હત્‍યા કર્યા બાદ પોતે જ આત્‍મહત્‍યા કરી લીધી છે હવે દોષ કોને દેવો છે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

(10:37 am IST)