Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મંત્રી બ્રિજેશભાઈ મેરજા એક્શનમાં :મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાના પ્રશ્નને વાચા આપી

રાજયમંત્રી મેરજાએ ખેડૂતો માટે પાણી છોડવાની સિંચાઈ મંત્રી સમક્ષ અજુઆત કરી

મોરબી જિલ્લાના ખેડૂતો હાલ ઉનાળુ પાકને પિયત માટે પાણી છોડવા નર્મદા કેનાલનું પાણી આપવા માંગ કરી રહ્યા છે. આવા સમયે આમ માળિયા તાલુકામાંથી નર્મદાની બ્રાન્ચ કેનાલ પસાર થતી હોવા છતાં દર વર્ષે ખેડૂતોને પાણી માટે પરેશાની ભોગવવી પડતી હોય છે. આથી મોરબી-માળીયા(મી) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાના પ્રશ્નને વાચા આપી રાજયમંત્રી મેરજાએ ખેડૂતો માટે પાણી છોડવાની સિંચાઈ મંત્રી સમક્ષ અજુઆત કરી છે.

મોરબી-માળીયા(મી) મતદાર વિભાગના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવા માટે સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને ધ્યાન દોરેલ.
એટલું જ નહિ પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના સંબંધિતોને પણ ખેડૂતોની માંગણી બાબતે અવગત કરી વાચા આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.24ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ મોરબી જિલ્લાના વવાણિયામાં આવ્યા હતા.ત્યારે આગેવાનોએ ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

(1:15 am IST)