Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગેરકાયદેસર હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ થઈ

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે : એસઓજી અને એલસીબી ટીમે જુદી જુદી ૪ જગ્યાએથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર યુવાનોને પકડી પાડ્યા

મોરબી,તા.૨૫ : મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગણતરી ના દિવસો પૂર્વે એસઓજી અને એલસીબી ટીમે જુદી જુદી ચાર જગ્યાએથી ગેરકાયદેસર હથિયાર સાથે ચાર યુવાનોને પકડી પાડ્યા છે. મોરબી એસઓજીએ હળવદ તાલુકાના જુના દેવાળીયા ગામ પાસેથી બંદુક સાથે એકને પકડી પાડ્યા છે, મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ચુંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે જેના અનુસંધાને રેન્જ આઈજી રાજકોટ સંદિપ સીંઘ તથા મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ તરફથી એસ..જી. ટિમને ચૂંટણી લક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત મોરબી એસ..જી.પીઆઈ જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળની ટીમને મળેલ ખાનગી બાતમી આધારે હળવદ તાલુકાના જુના દેવાળીયા મોતીપરા પાણીના ટાંકા પાસેથી આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઇ મકવાણા (..રપ, ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે.નવા દેવળીયા, કોળીવાસ, મસાણ છાપરીની બાજુમા તા.હળવદ જી.મોરબી) વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની જામગરી બંદુક નંગ-, કિં.રૂ.૧૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે એસઓજી ટીમની બીજી કાર્યવાહીમાં મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો છે.જેમાં  પોલીસ કોન્સ્ટેબલ સતિષ ગરચર તથા યોગેશ ગઢવીને મળેલ  બાતમી આધારે મોરબી લીલાપર રોડ, હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરીયા (..૨૬, ધંધો વેપાર (ફર્નિચર) , રહે.હળવદ રેલ્વે સ્ટેશન રોડ, સુતાર સમાજની વાડીની બાજુમાં તા.હળવદ જી.મોરબી) વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-, કિં.રૂ.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. કામગીરીમાં મોરબી એસ..જી.પીઆઈ જે એમ આલ સાથે .એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા કિશોરભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર તથા પો.કોન્સ. ધર્મેન્દ્રવાધડિયા તથા સતિષ ગરયર, યોગેશ ગઢવી તથા વુમન લોકરક્ષક પ્રિયંકા પૈજા જોડાયા હતા.

જયારે મોરબી એલસીબીએ પણ મોરબીના રફાળેશ્વર અને મહેન્દ્રનગર એમ જુદી જુદી બે જગ્યાએથી બે ઇસમોને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડ્યા છે જેમાં  મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાની ટીમને ખાનગી બાતમી મળેલ કે, મોરબી-વાંકાનેર ને.હા.રોડ રફાળેશ્વર ચોકડી પાસે એક ઇસમ પેન્ટના નેફામાં પિસ્તોલ રાખી ઉભેલ છે.

જેને પગલે પોલીસ ટીમ રફાળેશ્વર ચોકડી નજીક દોડી જતા ભુદેવ પાન નજીક સર્વીસ રોડ ઉપર ઉભેલ મીલનભાઇ રસીકભાઇ રામોલીયા (.. ૨૧ રહે. હાલ વરાછા વિસ્તાર, શ્રીજી સોસાયટી સુરત શહેર મુળ ગામ શાપર તાબગસરા જી.અમરેલી) વાળાની તલાસી લેતા તેના કબ્જામાંથી પિસ્તોલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી કાર્યવાહીમાં મોરબી મહેન્દ્ર નગર ચોકડી નજીક હળવદ રોડ પરથી દેશી હાથબનાવટનો લોખંડનો તમંચો નંગ ૦૧ કિં. રૂ.૫૦૦૦/- અને જીવતો કાર્તિસ એક કિંમત રૂપિયા ૧૦૦ મળી કુલ ૫૧૦૦/- રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરી બીડીવિઝન પોલીસ મથકે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં હાલ આચાર સંહિતા લાગુ છે ત્યારે બીજી બાજુ આગામી ૨૮ તારીખે એટલે કે રવિવારે મતદાન પણ છે. જેને ગણતરીના દિવસો બાકી હોય પહેલાં મોરબી પોલીસે સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે ત્યારે પકડાયેલા ચારેય આરોપીઓ યુવાન છે અને ગેરકાયદે હથિયારો કોની પાસેથી લઈ આવ્યા હતા અને ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ ક્યાં ગુનામાં કરવાના હતા અને ભૂતકાળમાં આવા કોઈ ગુના આચરેલા છે કે કેમ અંગે સઘન અને ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.

(9:10 pm IST)